Tuesday, March 17, 2026
HomeGujaratધાનેરામાં બોરનો વાલ ખોલવા ગયેલા કર્મચારી પાણીની ટાંકીમાં પડી જતા મોત

ધાનેરામાં બોરનો વાલ ખોલવા ગયેલા કર્મચારી પાણીની ટાંકીમાં પડી જતા મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ધાનેરા (Dhanera) ખાતે આવેલા જનાલી ગામમાં બોર ઓપરેટરના મૃત્યુની ઘટના સામે આવી છે. સવારના સમયે બોર ઓપરેટર બોરનો વાલ ચાલુ કરવા ગયા હતા, તે દરમિયાન પગ લપસી જતા પાણી ભરેલી ટાંકી પટકાયા હતા. ટાંકી ઉંડી હોવાથી બોર ઓપરેટરનું મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે લોકો બોર પાસે પહોંચતા બોર ઓપરેટરનો મૃતદેહ પાણીની ટાંકીમાં તરતો જોવા મળ્યો હતો. જે અંગે તેઓ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બોર ઓપરેટરનો મૃતદેહ બહાર કાઢી ફાયર વિભાગે ધાનેરા પોલીસને (Dhanera Police) જાણ કરી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો અને બોર ઓપરેટરના મૃત્યુની જાણ પરિવારને કરી હતી.

બનાવની વિગત મુજબ, ધાનેરા ખાતે આવેલા જનાલી ગામમાં સવારે 7 વાગ્યાના અરસામાં બોર ઓપરેટર ડાહ્યાભાઈ નિત્યક્રમ પ્રમાણે પોતાની ફરજ પર ગયા હતા અને બોર ચાલુ કરવાની પ્રક્રિયા કરી રહ્યા હતા. આ દરમિયાન ડાહ્યાભાઈનો પગ લપસતા બાજુમાં ખુલ્લી પાણીની ટાંકીમાં પટકાયા હતા. ટાંકી ઉંડી હોવાથી ડાહ્યાભાઈ ડૂબી ગયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. આજે પાણી ન આવતા લોકો બોર પાસે ગયા ત્યારે ખુલ્લી ટાંકીમાં ડાહ્યાભાઈનો મૃતદેહ તરતો હતો. જેના પગલે લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયરબ્રિગેડનો કાફલો બનાવસ્થળે દોડી આવ્યો હતો અને ડાહ્યાભાઈના મૃતદેહને બહાર કાઢી અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી. જેને લઈ ધાનેરા પોલીસની ટીમ પણ બનાવસ્થળે દોડી આવી હતી અને ડાહ્યાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

- Advertisement -

આ મામલે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી મૃતકના પરિવારને જાણ કરી હતી. આ ઘટના પગલે મૃતકના પરિજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આકસ્મિક રીતે મૃત્યુ થતાં પરિવારનું કરૂણ રૂદન જોવા મળ્યુ હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular