નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લોકોને વિદેશ જવાની ઘેલછા શરૂ થઈ છે, જેનો ફાયદો કેટલાક લોકો ઉઠાવે છે અને ગેરકાયદેસર લોકોને અમેરિકા મોકલવા અથવા તો વિઝા મેળવવા માટે ગેરરીતિ કરવા જેવા કૌભાંડો ચલાવી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Cyber Crime Branch) અમેરીકામાં સ્ટુડન્ટ વિઝા (US Student Visa)મેળવવા માટે આપવામાં આવતી GRE (Graduate Record Examinations) માં ગેરરીતિ (Scam) કરીને વિદ્યાર્થીઓને પાસ કરાવતી ટોળકીને સુરતથી ઝડપી પડી છે. હાલ આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક જાણકારી મુજબ, ફરિયાદીને વધુ અભ્યાસ માટે અમેરિકા જવાનું હતું, જેના માટે તેણે ગૂગલ પર સર્ચ કર્યું તો વોઇસ ઇમિગ્રેશન ઈન્ડિયા નામની વેબસાઇટ ખૂલી હતી. આ વેબસાઇટ જોતાં તેમાં એક વોટ્સએપ નંબર મળ્યો હતો. આ નંબર પર સંપર્ક કરતાં સાગર હિરાણી નામના વ્યક્તિ સ્તહે વાત થઈ હતી, તેણે 70 હજાર રૂપપિયામાં GRE પરીક્ષા પાસ કરવી આપવાની વાત કરી હતી અને એડવાન્સ પેટે 19 હજાર રૂપિયા માગ્યા હતા, બીજા પૈસા પરીક્ષા આપવા આવો ત્યારે આપવા જણાવ્યુ હતું.
ફરિયાદીને પરીક્ષા આપવાની હોવાને કારણે તેમણે ઓનલાઈન 19 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ વાતના એક અઠવાડીયા બાદ સાગર હિરાણીએ ફરિયાદીને હૉલ ટિકિટ પણ મોકલી હતી. હૉલ ટિકિટમાં પરીક્ષા કેન્દ્ર ઘર હોવા છતાં આરોપીઓએ ફરિયાદીને પરીક્ષા આપવા માટે સુરતની બાલવાસ હોટલમાં પરીક્ષા આપવા બોલાવ્યો હતો. જેથી ફરિયાદીને શંકા જતાં તેમણે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતા જ અમદાવાદ સાયબર ક્રાઇમની એક ટીમ ફરિયાદીને સાથે રાખીને સુરત પહોંચી હતી અને હોટલ બાલવાસમાં રેડ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે, આરોપીઓ આવી રીતે વિદ્યાર્થીને પરીક્ષા આપવા બોલાવતા હતા અને બાદમાં આરોપીના લેપટોપ સાથે અન્ય કીબોર્ડ બ્લૂટૂથ વડે કનેક્ટ કરીને બીજું કોઈ પરિક્ષાના જવાબ આપે અને વિદ્યાર્થીએ માત્ર કેબોર્ડ પર હાથ હળવવાની એક્ટિંગ જ કરવાની હોય છે. આરોપીઓ પરિક્ષાના પ્રશ્નો વોટ્સએપ દ્વારા ચંદ્રશેખર નામના વ્યક્તિને મોકલતા હતા અને વોટ્સએપ દ્વારા જ જવાબ મેળવીને બ્લૂટૂથ કીબોર્ડ દ્વારા નિરીક્ષકને ખબર ન પડે તેમ ભરી દેતા હતા.
હાલ પોલીસે આ સમગ્ર કૌભાંડના માસ્ટર માઇન્ડ મહેશ્વરા ચરેલા, ચંદ્રશેખર કલરપૂડી અને સાગર હિરાણી નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે અને અગાઉ તેમણે કેટલા લોકોને આવી પરીક્ષા આપવી છે અને કેટલા સમયથી આ કૌભાંડ ચલાવી રહ્યા છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
Tag : Ahmedabad Crime Branch busts GRE exam scam
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








