Tuesday, March 17, 2026
HomeGujaratબનાસકાંઠામાં વહેલી સવારે કાર પલટી જતા 3 લોકોના મૃત્યુ અને 4 ઈજાગ્રસ્ત

બનાસકાંઠામાં વહેલી સવારે કાર પલટી જતા 3 લોકોના મૃત્યુ અને 4 ઈજાગ્રસ્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠાઃ Banaskantha Accident: બનાસકાંઠામાં આજે વહેલી સવારે ભંયકર અકસ્માત (Accident) સર્જાયો છે. જેમાં ધાનેરા-થરાદ હાઈવે પર કાર પલટી (Car Overturn) ખાઈ ગઈ હતી. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભંયકર હતો કે, કાર 3 દુકાનોના શેડ અને શટર તોડીને ડિવાયડર સાથે અથડાઈ હતી. આ બનાવમાં ત્રણ લોકોનો ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ કારનો અકસ્માત (Car Accident) અન્ય એક કારનો પિછો કરતી વખતે થયો હોવાનું સ્થાનિક લોકોનું અનુમાન છે.

પ્રાપ્ત વિગત અનુસાર, બનાસકાંઠામાં ધાનેરા-થરાદ હાઈવે પર એક પુરપાટ ઝડપે એક સ્કોર્પિયો કાર પસાર થઈ રહી હતી. જે એક અન્ય કારનો પિછો કરી રહી હતી. આ દરમિયાન સ્કોર્પિયો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સ્કોર્પિયો કાર ત્રણ દુકાનોના શેડ અને શટર તોડીને ડિવાયડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. તમામ મૃતકો પમરૂ ગામના હોવાની માહીતી સામે આવી છે.

- Advertisement -

ધાનેરા-થરાદ હાઈવે પર અકસ્માત થતાં હાઈવે રંક્તરંજિત બન્યો હતો. અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા, સાથે જ આ અકસ્માત કેવી રીતે બન્યો તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular