Sunday, September 20, 2026
HomeGujaratAhmedabadમુંબઈ કોસ્ટલ રોડ લોટસ જેટી પાસે ધડાકાભેર કાર અથડાતા અમદાવાદના બે લોકો...

મુંબઈ કોસ્ટલ રોડ લોટસ જેટી પાસે ધડાકાભેર કાર અથડાતા અમદાવાદના બે લોકો સહિત 3ના મોત

- Advertisement -

Mumbai Coastal Road Fatal Accident : રવિવારે વહેલી સવારે મુંબઈ કોસ્ટલ રોડ લોટસ જેટી પાસે પૂર ઝડપે આવતી એક કારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. ધડાકાભેર અથડાયેલી લકઝરી કારમાં સવાર 4 લોકો પૈકી ત્રણના સ્થળ પર જ મોત નિપજ્યા છે. જ્યારે એક યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ લોકો પૈકી એક સગીર અને બીજો યુવક બંને અમદાવાદના છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ઘટનાસ્થળ તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી અકસ્માતનું કારણ જાણવા પ્રયાસ શરૂ કર્યો છે.

મુંબઈમાં મરીન ડ્રાઈવથી હાજી અલી તરફ પૂર ઝડપે જઈ રહેલી કારના ચાલકે કાબૂ ગુમાવતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોને અતિ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ બચાવ ટુકડી સ્થળ પર દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં નજીકની નાયર હોસ્પિટલ લઈ જવાયા હતા. હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ ત્રણ લોકોને મૃત જાહેર કર્યા હતા. મૃતકોની ઓળખ ધૈર્ય શેઠ (ઉ.17) અને શનાય ગજ્જર (ઉ.21) અને એક અજાણ્યા પચ્ચીસેક વર્ષના યુવક તરીકેની થઈ છે. જ્યારે 20 વર્ષીય યુવકને સારવાર આપવામાં આવી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular