નવજીવન ન્યૂઝ. ડીસા: Deesa News : કેટલાક લોકો આર્થિક સંકળામણ, ઘરકંકાસ, બીમારીઓ સહિતની જુદી-જુદી બાબતોથી કંટાળી જીવનથી નાસીપાસ થઈ જતા હોય છે. તેમને કોઈ રસ્તો ન દેખાતા અંતે આત્મહત્યાનો રસ્તો અપનાવે છે. તેવો જ કિસ્સો બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ડીસા (Deesa) ખાતે આવેલા માલગઢ ગામમાં સામૂહિક આત્મહત્યાના પ્રયાસની (attempt mass suicide) ઘટના સામે આવી છે. એક જ પરિવારના 7 લોકોએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે બૂમાબૂમ થતાં આસાપાસ ગ્રામજનો પણ દોડી આવ્યા હતા. ત્યારે પરિવારના સભ્યો તરફડિયા મારી રહ્યા હતા. એકત્રિત થયેલા લોકોએ તમામને સારવાર માટે એમ્બુયલેન્સ મારફતે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. હાલ તમામ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ ડીસા ગ્રામ્ય પોલીસને (Deesa Police) થતા તેઓ પણ પાલનપુર સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને આત્મહત્યા કરવા પાછળના કારણ અંગે તપાસ હાથધરી છે. હાલ પરિવારની સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે.
બનાવની વિગત મુજબ, ડીસાના માલગઢ ગામ ખાતે આજે સવારેના સમય એક પરિવારના 7 સભ્યોએ અગમ્ય કારણોસર જતુંનાશક દવાઓ ગટગટાવી સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પરિવારના અન્ય સભ્યોએ બૂમાબમ કરતા આડોશ-પાડોશના લોકો સહિત ગામના લોકો પણ ઉમટી એકત્રિત થઈ ગયા હતા. જ્યાં તમામ લોકો જમીન પર ઢળેલા પડ્યા હતા અને તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. ગ્રામજનોએ આ ઘટનાને પગલે તાત્કાલિક એમ્બ્યુલેન્સ જાણ કરતા આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામ પિડિતોને સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઘટના બનતા સમ્રગ ગામમાં વાયુવેગના જેમ વાત ફેલાઈ હતી.
આ ઘટનાની જાણ ડીસા ગ્રામ્ય પોલીસને થતાં પોલીસની ટીમ પણ પાલનપુર હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, હજુ આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. જેમાં પિડિતોના નિવેનદ નોંધ્યા બાદ આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણી શકાશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








