નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે (SC Collegium) જસ્ટિસ સુનિતા અગ્રવાલની (Justice Sunita Agarwal) ગુજરાત હાઈકોર્ટના (High Court of Gujarat) ચીફ જસ્ટિસ (Chief Justice) તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી છે. જસ્ટિસ સુનિતા અગ્રવાલ હાલમાં ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં જસ્ટિસ સોનિયા ગોકાણીની નિવૃત્તિ બાદથી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું પદ ખાલી છે. જસ્ટિસ આશિષ દેસાઈ હાલમાં ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ છે. જો કેન્દ્ર સરકાર કોલેજિયમની ભલામણને માન્ય કરે છે, તો જસ્ટિસ અગ્રવાલ હાલમાં સમગ્ર ભારતમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપનાર એકમાત્ર મહિલા હશે.
ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક કરવા માટે સુપ્રિમ કોર્ટના કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટને આ બીજા મહિલા ચીફ જસ્ટિસ મળે તેવી સંભાવના રહેલી છે. સુનિતા અગ્રવાલ 21 નવેમ્બર 2011થી અલ્હાબાદ હાઈકોર્ટમાં જજ બન્યા હતા. તેઓને હાઈકોર્ટમાં 11 વર્ષ કરતાં વધુ જજ તરીકેનો અનુભવ છે. તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના સૌથી સિનિયર જજ છે. કોલેજિયમની ભલામણને લીલીઝંડી આપવામાં આવે તો સુનિતા અગ્રવાલ ગુજરાતના બીજા મહિલા ચીફ જસ્ટિસ હશે.
વર્તમાન ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈને કેરાલા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા માટે કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પદ પરથી સોનિયા ગોકાણી રિટાયર્ડ થયા બાદ ગુજરાત હાઈકોર્ટમાં સિનિયર જજ આશિષ દેસાઈ એક્ટિંગ ચીફ જજ તરીકે કાર્યરત હતા. તેઓ ગુજરાત હાઈકોર્ટમાં 21 નવેમ્બર 2011માં જજ તરીકે નિમણૂક થયા હતા. તેઓ ગુજરાત હાઈકોર્ટના સૌથી સિનિયર જજ છે. કેરાલા હાઈકોર્ટના ચીફ જજ એસ. વેંકટનારાયણ ભટ્ટીની સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી થવાથી કેરાલા હાઈકોર્ટમાં આશિષ દેસાઈને ચીફ જજ બનાવા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








