Friday, May 1, 2026
HomeBusinessજાગતિક રૂ બજારને હજુ (તેજીના) પગ નથી

જાગતિક રૂ બજારને હજુ (તેજીના) પગ નથી

- Advertisement -

ભારતના જીનરો અને સ્પીનરો માટે કચોમાલ મેળવવો અઘરો થઈ પડ્યો

છેલ્લા એક દાયકામાં ભારતમાં રૂ ઉત્પાદન ૧૮ ટકા ઘટ્યું

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ઇન્ટરકોન્ટિનેટલ એક્સ્ચેન્જ ન્યુયોર્ક પર માર્ચ વાયદો ગુરુવારે આરંભિક સુધારા પછી રેડ ઝોનમા જતો રહ્યો હતો. સોયાબીનના સટ્ટોડીયા એક તરફ નફો બુક કરી ગયા અને બીજી તરફ દુષ્કાળ પીડિત આર્જેન્ટિનામાં હવામાન સુધારાના અહેવાલ આવતા અમેરિકન કોટન (Cotton)બજારના આંતરપ્રવાહને હચમચાવી ગયા હતા. આગામી સપ્તાહોમાં આર્જેન્ટિનામાં વધુ વરસાદની આગાહી (Varsad ni Agahi) વચ્ચે કપાસ ઉત્પાદનની ચિંતાઓ ઘટાડશે. અલબત્ત, ક્રૂડ ઓઇલની (Crude Oil) ભાવ વૃધ્ધિ, રૂની મંદીમાં અંતરાયો સર્જાશે.

નબળો અમેરિકન ડોલર જાગતિક રૂ ગ્રાહકો માટે સ્વીકૃત બનશે, સાથેજ આર્જેન્ટિના, બ્રાઝિલ, અને ઓસ્ટ્રેલિયામાં રૂ પાકની તંદુરસ્ત સ્થિતિ પુરવઠા પર અસર છોડશે. પરિણામે ભાવમા બે તરફી અફડાતફડી જોવા મળશે. ગુરુવારે આઈસીઇ માર્ચ રૂ વાયદો ૬૮.૪૮ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) સુધી ઊંચકાઈ ઈંટ્રાડેમા ૬૭.૯૭ સેંટ થઈ ૬૮.૯ સેંટ રનિંગ હતો. ૬ કરન્સી બાસ્કેટનો અમેરિકન ડોલર ઇન્ડેક્સ નબળો પડી ૧૦૮.૯૦ પોઈન્ટ થયો હતો.

- Advertisement -

વિદેશમાં ભાવ ઘટાડો આગળ વધતાં ભારતીય બજારમાં દક્ષિણ ભારતમાં કોટન યાર્નની માંગ ઠંડી પડવાને લીધે, નફાબુકિંગ આવતા ખાંડી (૩૫૬ કિલો) દીઠ ભાવ ઘટીને રૂ. ૫૪,૩૮૦ બોલાયો હતો. હરિયાણા, પંજાબ રાજસ્થાનમાં આવકો ગતવર્ષના સમાનગાળા કરતાં ૪૩ ટકા ઘટતા પુરવઠા ચેનલ પડકારજનક બની ગઈ હતી. ઊંચા ભાવની અપેક્ષાએ ખેડૂતોએ કપાસ પર પકડ વધારી દીધી હતી, પરિણામે પંજાબના જીનરો અને સ્પીનરો માટે કચોમાલ મેળવવો અઘરો થઈ પડ્યો છે.

છેલ્લા એક દાયકામાં ભારતમાં રૂ ઉત્પાદન ૧૮ ટકા ઘટ્યું હતું, પરિણામે કપડાંની નિકાસ ૧૦૦ અબજ ડોલરની કરવા સાથે ભારતીય કપડાં બજારના ૩૫૦ અબજ ડોલરના વિકાસ કરવાનો ભારતનો ૨૦૩૦ સુધીનો લક્ષ્યાંક ખટાઈમા પડી ગયો છે. આથી કોનફેડરેશન ઓફ ઇંડિયન ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રીએ ૨૦૨૫-૨૬ના બજેટમાં પોતાનું મેમોરેન્ડમ મોકલીને કહ્યું છે કે રૂ ઉત્પાદકતા અને ઉત્પાદન વધે તે હેતુથી ટેકનોલોજી મિશન ભાગ બે પુન: તરતુ મૂકવું જોઈએ.

સીઆઈટીઆઈ એ સરકારને આપેલા મેમોરેન્ડમમાં કહ્યું છે કે લક્ષ્યાંકોને પહોંચી વળવા રૂ ઉત્પાદન વર્તમાન ૩૨૩ લાખ ગાંસડીથી વધારીને ૪૪૧ લાખ ગાંસડીએ પહોંચાડવું જોઈએ. ૨૦૨૩-૨૪મા વિશ્વના કુલ ઉત્પાદન ૧૪૨૯ લાખ ગાંસડી (૨૧૮ કિલો) સામે ભારતનો હિસ્સો ૨૩.૩૮ ટકા સાથે સૌથી મોટા ઉત્પાદક તરીકે બીજા સ્થાને રહ્યું હતું. ડિસેમ્બર ૨૦૨૪મા બ્રાઝિલે રૂ નિકાસ, ગતવર્ષના સામાન ગાળની ૩.૫૧ લાખ ટનથી ૦.૫૮ ટકા વધારીને ૩.૫૩ લાખ ટન કરી હતી.

- Advertisement -

ભારત, આર્જેન્ટિના અને અન્ય દેશોમા ૨૦૨૪-૨૫મા ઉત્પાદન વધવાથી જાગતિક ઉત્પાદનમાં ૧.૨ ટકા વૃધ્ધિ થઈ ૧૧૭૪ લાખ ગાંસડી થયું હતું. ભારત ૨૦૨૪-૨૫મા રૂ આયાત, ગતવર્ષની ૧૫.૨ લાખ ગાંસડીથી જબ્બર ૨૫ લાખ ગાંસડી કરે તેવો અંદાજ છે. અમેરિકામાં ઉત્પાદન વધીને ૧૪૩ લાખ ગાંસડી અનુમાનિત છે, જ્યારે ભારત, પાકિસ્તાન, અને વિયેટનામાં આયાત વધારો અને ચીનમાં ઘટાડો થતાં, વૈશ્વિક વપરાશ ૫.૭ લાખ ગાંસડી વધશે.

પાકિસ્તાનમાં હવામાન સૌથી ખરાબ રહેતા ઉત્પાદનમાં ભારે ઘટાડો થવાથી, ૨૦૨૪મા આયાત વધીને બે લાખ ડોલરની ઊંચાઈએ પહોંચી હતી. પાકિસ્તાનની ફેડરલ કમિટી ઑઁ એગ્રીકલ્ચનો અંદાજ છે કે ગત વર્ષની ઉત્પાદન ૧૦૬ લાખ ગાંસડી થયું હતું, પણ પાકિસ્તાન કોટન જિનર્સ એસોસિયેશ કહે છે કે સરકારના આંકડા સાથે અમે સહમત નથી. કોટલૂક એ ઇંડેક્સ ઘટીને ૭૮.૯૫ પોઈન્ટ રહ્યો હતો.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular