Monday, April 20, 2026
HomeNationalકોંગ્રેસ નેતા પવન ખેડાને ફ્લાઇટમાંથી ઉતારી ધરપકડ કરાઈ, દિલ્હી એરપોર્ટ પર કાર્યકર્તાના...

કોંગ્રેસ નેતા પવન ખેડાને ફ્લાઇટમાંથી ઉતારી ધરપકડ કરાઈ, દિલ્હી એરપોર્ટ પર કાર્યકર્તાના ધરણા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા પવન ખેડા (Congress leader Pawan Khera) ની આસામ પોલીસે દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પરથી ધરપકડ કરી છે. ગુરુવારે કોંગ્રેસના નેતા પવન ખેડા અન્ય નેતાઓ સાથે રાયપુરમાં જઈ રહ્યા હતા. દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે આસામ પોલીસ (Assam Police) ની અપીલ પર નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.

ગુરુવારે પવન ખેડા દિલ્હીથી રાયપુરની ફ્લાઈટમાં ચઢવાના હતા. પરંતુ તેમને રાયપુર જતા અટકાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે અગાઉ દાવો કર્યો હતો કે પવન ખેડાને દિલ્હી એરપોર્ટ પર પોલીસે અટકાયતમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાદમાં ટ્વીટ કરીને દાવો કર્યો કે પવન ખેડાની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ કોંગ્રેસે પૂછ્યું કે ખેડાએ શું ગુનો કર્યો હતો. જો આ સરમુખત્યારશાહી નથી તો શું છે. પવન ખેડાની ધરપકડ બાદ કોંગ્રેસના નેતાઓ ધરણા પર બેસી ગયા હતા. દિલ્હીથી રાયપુર જતી ફ્લાઇટ 6E-204 પણ રદ્દ કરવામાં આવી છે. ધરપકડ બાદ પવન ખેડાએ કહ્યું કે આ એક લાંબી લડાઈ છે અને હું લડવા તૈયાર છું.

- Advertisement -

આસામ પોલીસના આઈજીપી પ્રશાંત કુમાર ભુઈયાએ કહ્યું કે કોંગ્રેસ નેતા પવન ખેડા વિરુદ્ધ આસામના દિમા હસાઓ જિલ્લાના હાફલોંગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આસામ પોલીસનું કહેવું છે કે ખેડાનું નિવેદનથી માહોલ બગડી રહ્યો છે. તેમણે જણાવ્યું કે આસામ પોલીસની એક ટીમ પવન ખેડાને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવા અને તેના રિમાન્ડ લેવા દિલ્હી ગઈ છે. પવન ખેડાને કોર્ટ બાદ આસામ લાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કોંગ્રેસ નેતા પવન ખેડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ અંગે ભાજપે તેમની સામે ફરિયાદ નોંધાવી છે. પવન ખેડાએ અદાણી મામલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, જો અટલ બિહારી વાજપેયી JPC બનાવી શકે છે તો નરેન્દ્ર ‘ગૌતમ દાસ’ મોદીને શું વાંધો છે? જોકે પ્રેસ કોન્ફરન્સની વચ્ચે જ નિવેદન આપ્યા બાદ કોંગ્રેસના નેતા પવન ખેડાએ તેમની આસપાસ હાજર લોકોને પૂછ્યું હતું કે શું તેમણે વડાપ્રધાનનું મધ્યમ નામ યોગ્ય રીતે કહ્યું છે?

બીજી તરફ કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટમાં લખ્યું છે કે પહેલા EDએ રાયપુરમાં દરોડા પાડ્યા હતા, હવે પવન ખેડાને દિલ્હી પોલીસે રાયપુરથી પ્લેનમાંથી ઉતારી લીધા છે. અમિત શાહનું બીજું નામ સરમુખત્યાર છે. મોદી સરકાર આપણા રાષ્ટ્રીય સંમેલનને ખોરવી નાખવા માંગે છે. અમે ડરવાના નથી, દેશવાસીઓ માટે લડતા રહીશું.

- Advertisement -

પવન ખેડાએ જણાવ્યું હતું કે, મને કહેવામાં આવ્યું હતું કે તમારા સામાનમાં થોડી સમસ્યા છે, જ્યારે મારી પાસે એક જ હેન્ડબેગ હતી. જ્યારે ફ્લાઈટમાંથી નીચે આવ્યા ત્યારે કહેવામાં આવ્યું કે તમે જઈ શકતા નથી. પછી કહેવામાં આવ્યું- DCP તમને મળશે. દિલ્હી પોલીસનું કહેવું છે કે કોંગ્રેસ નેતા પવન ખેડાને આસામ પોલીસે રોકવાની વિનંતી કર્યા બાદ તેમને દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટમાં ચઢતા અટકાવવામાં આવ્યા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular