નવજીવન ન્યૂઝ. સુરતઃ રાજ્યમાં રખડતાં કુતરાનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રોજ-બરોજ કુતરા કરડવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે સુરત (Surat) માં રખડતા કુતરાઓનો હચમાવી નાખતો કિસ્સો પ્રકાશીતમાં આવ્યો છે. બે વર્ષની બાળકી પર ચાર જેટલા કુતરાઓએ હુમલો કરતાં બાળકીનું મોત નિપજ્યું છે. બાળકી રમી રહી હતી તે દરમિયાન કુતરાઓએ હુમલો કર્યો હતો. ત્યારબાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં બાળકીએ દમ છોડ્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં ઘરમાંથી કાદવ ફૂટવાનું બંધ નથી થતું ! વાંચો શું કામ થાય છે આવું…
સુરતના ખજોદ વિસ્તારમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના વતની રવીભાઈ કહાર પોતાની પત્ની અને બે બાળકો સાથે રહે છે અને મજૂરી કામ પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રવિવારે તેમની બે વર્ષની બાળકી રમી રહી હતી. દરમિયાન ચાર જેટલા કુતરાઓએ બાળકી પર હુમલો કર્યો હતો. બાળકી ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન સામે આવ્યું હતું કે, કુતરાઓએ બાળકીને માથા અને ફેફસાના ભાગે બચકા ભર્યા હતા. બાળકીના શરીર પર 30થી વઘારે કુતરા કરડવાના કારણે થયેલા ઈજા નિશાન જોવા મળ્યા હતા. સુરતમાં બે મહિનાની અંદર જ કુતરા કરડવાની આ ચોથી ઘટના સામે આવી છે.
આ પણ વાંચો: Video: સુરતમાં કારખાના માલિક, પિતા અને મામાની હત્યા; નોકરીમાંથી કાઢી મૂકતા કામદારોએ હુમલો કર્યો
છેલ્લા ત્રણ દિવસથી બાળકી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી, ત્યારે ગઈકાલ રાત્રીના સમયે બાળકીએ હોસ્પિટલમાં દમ છોડ્યો હતો. સમગ્ર બનાવ અંગે તબીબે જણાવ્યું હતું કે, બાળકીની હાલત ગંભીર હોવાના કારણે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરાંત તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસની સારવાર બાદ ગઈકાલ રાત્રે બાળકીનું નિધન થયું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








