નવજીવન શ્રીનગર: શ્રીનગરમાં પોલીસ બસ પર આતંકી હુમલો થયો હોવાનુ સામે આવ્યુ છે. જેમાં 3 લોકો માર્યા ગયા અને 14 લોકો ઘાયલ થયા છે. આ હુમલો સોમવારે સાંજે શ્રીનગરની સીમમાં આવેલા જેવાનમાં થયો હતો. આતંકવાદીઓએ સશસ્ત્ર પોલીસ બટાલિયન પાસે બસ પર ગોળીબાર કર્યો. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શ્રીનગરના જેવનમાં પંથા ચોક-ખોનમોહ રોડથી ભારતીય રિઝર્વ પોલીસની 9મી બટાલિયનની ગાડી પસાર થઈ રહી હતી. તે સમયે આતંકવાદીઓએ તેમની બસ પર અધાધુન ફાયરિંગ કર્યું હતું. આ બનાવના પગલે અનેક જવાન ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસના કહેવા અનુસાર તમામ ઘાયલ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવના વિસ્તારને ઘેરાબંધી કરવામાં આવી છે. હુમલાખોરોને પકડવા માટે મોટા પાયે પર સર્ચ ઓપરેશન શરૂ કરી કાર્યવાહી ચાલુ કરી છે.








