Tuesday, June 30, 2026
HomeGeneralઅરવલ્લી : ૫ વિદ્યાર્થીઓએ યુક્રેન બોર્ડર ક્રોસ કરી અન્ય દેશમાં પહોંચ્યા વહીવટી...

અરવલ્લી : ૫ વિદ્યાર્થીઓએ યુક્રેન બોર્ડર ક્રોસ કરી અન્ય દેશમાં પહોંચ્યા વહીવટી તંત્ર સતત વિદ્યાર્થીઓ અને પરિવારજનોના સંપર્કમાં

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાદ હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઇ ગયા છે. આ વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયા હતા. યુદ્ધની પરિસ્થિતિ વણસી રહી છે અને યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ભારત પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. અરવલ્લી જીલ્લાના ૫ વિદ્યાર્થીઓ યુક્રેનના વિવિધ શહેરોમાં અભ્યાસ કરી રહ્યા છે જો કે હજુ સુધી એક પણ વિદ્યાર્થી ભારતમાં પરત ફરી ન શકતા તેમના પરિવારજનો ચિંતિત બન્યા હતા, જો કે જીલ્લા કલેકટર ર્ડો.નરેન્દ્ર મીણાએ મંગળવારે મોડી રાત્રે ૫ વિદ્યાર્થીઓ સહીસલામત હોવાની સાથે યુક્રેનની સરહદ પાર કરી અન્ય દેશમાં પ્રવેશી સુરક્ષિત હોવાની માહિતી આપી હતી. મોડાસાનો લુકમાન દાદુ ટ્રેન મારફતે પોલેન્ડ પહોંચશે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી.



- Advertisement -

યુક્રેન ઉપર રશિયાના હુમલા વધી રહ્યા છે. મંગળવારે એક ભારતીય વિદ્યાર્થીનુ પણ મોત થતાં અરવલ્લીમાંથી યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારોમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે જીલ્લા માટે રાહતના સમાચાર આવ્યા છે કે જીલ્લાના ૫ વિદ્યાર્થીઓ સલામત છે જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ પરિવારજનો સાથે મુલાકાત કરી તંત્ર ઝડપથી તેમના સંતાનોને પરત લાવવા સરકાર સાથે સંપર્કમાં હોવાનું જણાવતા પરિવારજનોર હાશકારો અનુભવ્યો હતો.

યુક્રેનમાં ફસાયેલા ૫ વિદ્યાર્થીઓ સલામત અન્ય દેશોમાં પહોંચી જતાં વિદ્યાર્થીઓના પરિવારજનોએ રાહત અનુભવી છે, પરંતુ હજુ સુધી સંતાનો પરત વતનમાં ન આવતાં સતત ચિંતા વધી રહી છે. એક તરફ યુક્રેન અને રશિયા વચ્ચે સ્થિતિ વણસી રહી છે. તેવા સમયે અરવલ્લીના વિદ્યાર્થીઓના વાલીઓ સંતાનો પરત આવે તેની કાગાડોળે રાહ જોઈ રહ્યા છે. સંતાનોને ભારત પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ સતત માંગ થઈ રહી છે.

- Advertisement -



યુક્રેનમાં ફસાયેલ ૫ વિદ્યાર્થીઓ કપરી પરિસ્થિતીમાં સરહદ પાર કરી હાલ કયા દેશમાં પહોંચ્યા અને ક્યાં છે.

- Advertisement -

૧) બાયડ તાલુકાના નવા પીપોદરા ગામના ધ્રુમિત હસમુખભાઈ પટેલે પોલેન્ડની સરહદ પાર કરી લીધી છે અને સુરક્ષિત છે.

૨) માલપુર તાલુકાના રીંછવાડ ગામના દર્શન મુકેશભાઈ પટેલે યુક્રેન બોર્ડર પાર કરી હાલ સ્લોવાકીઆ દેશમાં સલામત સ્થળે પહોંચ્યો છે.

૩) બાયડના રામપુરાકંપાનો ચિંતન પંકજભાઈ પટેલ યુક્રેન બોર્ડર ક્રોસ કરી હાલ પોલેન્ડમાં સલામત છે.

૪) ભિલોડાના નાંદોજ-ટાડાનો ભાવેશ બાબુભાઈ વણઝારાએ યુક્રેન સરહદ પાર કરી હાલ પોલેન્ડમાં સલામત છે.

૫) ભિલોડાના દહેગામડાનો કુલદીપ દિનેશભાઇ પટેલ યુક્રેનની બોર્ડર પાર કરી હાલ રોમાનિયા પહોંચી સલામત છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular