નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: યુક્રેનમાં રશિયા દ્વારા હુમલો થયા પછી યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે ભારત સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. જેના માટે ‘ઓપરેશન ગંગા’ શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત યુક્રેનમાંથી સરહદ પાર કરીને આસપાસના દેશમાં પહોંચેલા ભારતીય નાગરિકોને શ્પેસિયલ ફ્લાઇટ્સ દ્વારા ભારત પરત લાવવામાં આવી રહ્યા છે.
રોમાનિયા થઈને યુક્રેનથી પરત ફરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, “તેઓએ સ્પ્રે પેઈન્ટ અને પડદાની મદદથી ભારતીય ધ્વજ બનાવ્યો હતો અને તેમના વાહનોની બહાર લગાવ્યો હતો. ભારતીય ધ્વજે તેમને સુરક્ષિત રીતે યુક્રેન છોડવામાં ઘણી મદદ કરી હતી. રશિયન આર્મીએ પણ તેમણે ભારતનો ધ્વજ જોઈને જવા દીધા હતા. અમે બસમાં ચઢ્યા કે તરત જ અમે બસની સામે ભારતીય ધ્વજ લગાવી દીધા. જેના કારણે અમને ખુલ્લો રસ્તો મળી ગયો હતો.”
એક વિદ્યાર્થી જણાવ્યું હતું કે, “ભારતીય ધવ્જ જોઈને રશિયન અને યુક્રેન આર્મી સમજી જતાં હતા કે અમે ભારતીય નાગરિકો છે અને અહિયાં અભ્યાસ કરવા માટે આવ્યા હતા જેના કારણે તેઓ અમને રોકતા ન હતા.” બીજા વિદ્યાર્થી જણાવ્યું હતું કે, “તે નજીકની દુકાન માંથી 6 સ્પ્રે પેઈન્ટની બોટલ લઈ આવ્યો હતો અને બીજી દુકાન માંથી એક પડદો લઈ આવ્યો હતો, જેની મદદથી તેણે ભારતીય ધ્વજ બનાવ્યો હતો. ત્યાર બાદ અમે એ ધ્વજ અમારી બસની બહાર લગાવ્યો અને ભારતીય રાષ્ટ્રગીત ગાઈને ભારત આવવા માટે નીકળ્યા હતા.”
આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કેટલાક ટર્કીશ અને પાકિસ્તાની વિદ્યાર્થીઓએ પણ ભારતનો ધ્વજ આવી રીતે લગાવીને યુક્રેનની સરહદ ક્રોસ કરી હતી. ભારતના ધ્વજના કારણે તેમને પણ મદદ મળી હતી.
#WATCH | "We were easily given clearance due to the Indian flag; made the flag using a curtain & colour spray…Both Indian flag & Indians were of great help to the Pakistani, Turkish students," said Indians students after their arrival in Bucharest, Romania#UkraineCrisis pic.twitter.com/vag59CcPVf
— ANI (@ANI) March 2, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












