નવજીવન ન્યૂઝ. અંકલેશ્વર: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આંગડિયા પેઢીમાં અને પેઢીના કર્મચારીઓ સાથે લૂંટની ઘટનાઓ વધી રહી છે, જેમાં ઘણા કિસ્સા એવા હોય છે કે જેમાં આંગડિયા પેઢીના કર્મચારી જ લૂંટનો પ્લાન બનાવીને અંજામ આપતા હોય છે. આવી જ એક ઘટના અંકલેશ્વરથી સામે આવી છે. ગત સોમવારે રાત્રિના સમયે અંકલેશ્વરમાં (ankleshwar) એક આંગડિયા પેઢીના (Angadia Firm) કર્મચારી સાથે લૂંટની ઘટના (Robbery Case) બની હતી. આ કેસમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જે ફરિયાદી છે તેને જ આ લૂંટનો (Loot) પ્લાન બનાવ્યો હતો અને તે પોતે જ આ કેસમાં આરોપી છે.
શું હતો મામલો
ફરિયાદી ભરત જે હાલ આરોપી છે, તે સોમવારે રાત્રિના સમયે અંકલેશ્વર ભૂત મામાની ડેરી પાસેથી 45 લાખ રૂપિયાની બેગ લઈ આંગડિયા પેઢીમાં જમા કરાવવા જઈ રહ્યો હતો. તે દરમિયાન બે જેટલા બુકાનધારીઓએ ભરતની રેકી કરી હતી. ત્યારબાદ તેનો પીછો કરીને લૂંટારાઓ તેની એક્ટિવાની ડેકીમાં મૂકેલી 45 લાખની બેગ લઈ ફરાર થઈ ગયા હતા. જે બાબતે ભરતે બી-ડિવિઝન પોલીસને (Ankleshwar city police station) જાણ કરતા પોલીસની સાથે LCBની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આસપાસના CCTV કેમેરાના ફૂટેજ ચેક કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
લૂંટની ઘટના કોઈ પુરાવા ન મળતા એક સમય માટે પોલીસ પણ ચકરાવે ચઢી હતી. આ મામલે ફરિયાદીએ લખાવેલા નિવેદન મુજબ આરોપીઓએ મરચાની ભૂકી તેના મોઢા પર નાંખી હતી. જે બાદ તેને મેડિકલ તપાસમાં મોકલ્યો હતો. મેડિકલ તપાસમાં ફરિયાદીએ મરચાની ભૂંકી જાતે જ મોઢા પર નાખી હોવાનું રિપોર્ટ આવ્યું હતું. જે બાદ પોલીસને ફરિયાદી પર શંકા જતા તેની ઉલટતપાસ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદી પડી ભાંગ્યો હતો અને પોતે લૂંટનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી.
પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે આર્થિક સંકળામણ હોવાથી આ કાવતરું ઘડ્યું હતું. જ્યારે તે આંગડિયા પેઢીમાં પૈસા જમા કરાવવા જઈ રહ્યો હતો, ત્યારે તેણે અંકેલશ્વરના એક ગામની ખેતરમાં 45 લાખ રૂપિયા ભરેલી પૈસાની બેગ દાટી દીધી હતી. તેમજ પૈસા ભરેલી બેગ પર લાગેલું GPS ટ્રેકર પણ ઝાડી ઝાંખરામાં ફેંકી દીધું હતું. ત્યાર બાદ પ્લાનિંગ મુજબ પોલીસને 45 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની જાણ કરી હતી.
લૂંટની ઘટનાનો પર્દાફાશ કરતા અંકલેશ્વર બી ડિવિઝન પી. આઈ. સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, “ફરિયાદીએ તેની સાથે 45 લાખની લૂંટ થયા હોવાની જાણ કરતા અમારી ટીમ અને LCBની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ સમ્રગ વિસ્તારમાં CCTV કેમેરા તપાસ્યા હતા. છતાં બુકાનીધારી આરોપી મળી આવ્યા ન હતા. ફરિયાદીની આંખ મરચા અંગેને મેડિકલ રિપોર્ટ સામે આવતા અમને ફરિયાદી પર શંકા ગઈ હતી. જેના કારણે તેનું ઇન્ટ્રોગેશન કરતા તે પડી ભાગ્યો હતો અને પોતે લૂંટ કર્યા હોવાની કબૂલાત કરી હતી.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








