Tuesday, July 28, 2026
HomeGujaratVideo: ઉનાના નાંદણ ગામે કૂવામાં પડેલા બે હરણના બચ્ચાંઓને ગ્રામજનોએ જીવના જોખમે...

Video: ઉનાના નાંદણ ગામે કૂવામાં પડેલા બે હરણના બચ્ચાંઓને ગ્રામજનોએ જીવના જોખમે બચાવ્યા

- Advertisement -

Deer rescue Gujarat Una: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાંદણ ગામે માનવતા અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. ગામની સીમમાં આવેલી એક વાડીના કૂવામાં મોડી રાત્રે બે હરણના બચ્ચાંઓ પડી જતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગામના યુવાનો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, નાંદણ ગામની સીમ વિસ્તારમાં આવેલી વાડીના કૂવામાં બે હરણના બચ્ચાંઓ ખાબક્યા હતા. ઘટનાની જાણ થતાં જ ગામના યુવાનો દોરડાની મદદથી કૂવામાં ઉતર્યા હતા અને હરણના બચ્ચાંઓને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી.

- Advertisement -

ઘટનાની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી. જોકે, વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ ગ્રામજનોએ જીવના જોખમે બંને હરણના બચ્ચાંઓને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ બંને હરણના બચ્ચાંઓને સુરક્ષિત રીતે નજીકના જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં ગ્રામજનોએ દાખવેલી સંવેદના, જીવદયા અને સાહસની પંથકભરમાં પ્રશંસા થઈ રહી છે.

મૂંગા પશુઓ પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના દર્શાવતી આ ઘટના સમાજ માટે પ્રેરણારૂપ બની છે. ગ્રામજનોની સતર્કતા અને સમયસર કરાયેલા પ્રયાસોના કારણે બે નિર્દોષ જીવનો બચી શક્યા હતા.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular