નવજીવન ન્યૂઝ.વડોદરા: ગુજરાતના વડોદરાની (Vadodara) બેસ્ટ બેકરી કેસની (Best Bakery Case) આજે સુનાવણી દરમિયાન ચુકાદો મોકૂફ રાખવામાં આવ્યો છે. મુંબઈની વિશેષ અદાલતે (Mumbai Special Court) હવે 2 જૂનની તારીખ નક્કી કરી છે. આ કેસ 2002ના ગુજરાત રમખાણોનો (Gujarat Riots) છે. ગોધરાકાંડ (Godhrakand)બાદ ફાટી નીકળેલી હિંસા વચ્ચે વડોદરામાં બેસ્ટ બેકરી હત્યાકાંડ થયો હતો. ટોળાએ બેકરીની દુકાનને લૂંટીને આગ ચાંપી દીધી હતી, જેમાં 14 લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં બંને આરોપીઓ વિરુદ્ધ મુંબઈ સેશન્સ કોર્ટની વિશેષ અદાલતમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જે બાદ કોર્ટે ચુકાદો અનામત રાખવામા આવ્યો છે.
આ કેસમાં આરોપી હર્ષદ સોલંકી અને મફત ગોહિલ છેલ્લા 10 વર્ષથી જેલમાં છે. આરોપીઓને 13 ડિસેમ્બર 2013ના રોજ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. અગાઉ, બેસ્ટ બેકરી હત્યાકાંડનો કેસ બરોડા ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ચલાવવામાં આવ્યો હતો અને 2003માં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કરણ કે તમામ મુખ્ય સાક્ષીઓ ફરી ગયા હતા. બેસ્ટ બેકરીના માલિકની પુત્રી ઝહીરા શેખે 21 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
ગુજરાત હાઈકોર્ટે પણ ટ્રાયલ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો. આ પછી ઝહીરા શેખે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડની મદદથી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પુનઃ તપાસ અને પુનર્વિચારણાનો આદેશ આપ્યો અને કેસને મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો. સુનાવણી દરમિયાન, અજમેર બ્લાસ્ટ કેસમાં રાવજી સોલંકી અને મફત ગોહિલની અન્ય બે સાથે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આ બંને આરોપીઓને બેસ્ટ બેકરી કેસમાં ફરાર આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796