Sunday, July 13, 2025
HomeGeneralદ્વારકા SOGએ એમડી ડ્રગ સાથે ડીલર અને પેડલરને ઝડપી પાડ્યા

દ્વારકા SOGએ એમડી ડ્રગ સાથે ડીલર અને પેડલરને ઝડપી પાડ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દ્વારકા: ગુજરાતમાં જેવી રીતે નશીલા પદાર્થોનું (narcotics) વેચાણ અને સેવન વધ્યું છે, તે જોતાં હવે ગુજરાત ‘ઉડતા ગુજરાત’ કહેવાય તો નવાઈ નહીં. વારંવાર પોલીસ દ્વારા ડ્રગ્સનું વેચાણ કરતાં પેડલરોને પકડવામાં આવી રહ્યા છે. આજે દ્વારકામાં ડ્રગ્સ યુવાનો સુધી પહોંચે તે પહેલા જ દ્વારકા SOGએ (Dwarka SOG) મુંબઈથી ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલા એક વ્યક્તિ સાથે જામનગરના એક પેડલરને (drug peddler) ઝડપી પડ્યો છે. આ બંને વ્યક્તિઓ પાસેથી પોલીસે 17.50 ગ્રામ એમડી ડ્રગ (MD Drugs) જપ્ત કર્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકાની SOGની ટીમને બાતમી મળી હતી કે જામખંભાળિયા તાલુકાના દાંતા ગામના પાટિયા પાસે એક વ્યકિત એમડી ડ્રગ્સની ડિલવરી આપવા આવવાનો છે. જે બાતમીના આધારે દ્વારકા SOGની ટીમ બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ યુવકને અટકાવી તેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ તેની જડતી લેતા તેના પાસેથી એમડી ડ્રગ્સની અલગ-અલગ ગ્રામની પડીકીઓ એમ કુલ 17.50 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

- Advertisement -

ત્યાર બાદ SOGએ આરોપી મોહસીન સાટીની ધરપકડ કરી હતી, જે મૂળ જામનગરનો રહેવાસી છે. તેની સાથે મુંબઈથી ડ્રગ્સની ડિલવરી આપવા આવેલા ડ્રગ્સ ડિલર જુબેર મેમણની પણ સ્થળ પરથી ધરપકડ કરી પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ડીલર અને પેડલર બંનેની પૂછપરછ કરી હતી કે, તેઓ કેટલા સમયથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા અને કોને-કોને ડ્રગ્સ આપતા હતા ? આ ઉપરાંત મુંબઈથી ડ્રગ્સ કોણ મોકલાવી રહ્યું છે તે દિશામાં પણ દ્વારકા SOG દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular