નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં આગામી સમયમાં 146મી રથયાત્રા (Ahmedabad Rath Yatra 2023) યોજવવા જઈ રહી છે, ત્યારે અમદાવાદ પોલીસે રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષની અમદાવાદ પોલીસને (Ahmedabad Police) મદદ કરવા અનંત યુનિવર્સિટી (Anant University) દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં ડ્રોનની (Drone) મદદથી રથયાત્રાના 22 કિલોમીટરના રૂટના ફોટોઝ લેવામાં આવ્યા છે અને એક 3D મેપ (3D Map) તૈયાર કરવામાં આવ્યો છે, આ ઉપરાંત રથયાત્રાના દિવસે ડ્રોન દ્વારા આખા રૂટનું (Rath yatra Route) લાઈવ ટેલિકાસ્ટ પોલીસ કંટ્રોલરૂમમાં કરવામાં આવશે.
શું છે 3D મેપિંગ?
અનંત યુનિવર્સિટી અને અમદાવાદ પોલીસ વચ્ચે MOU કરવામાં આવ્યા છે, તે અંતર્ગત અનંત યુનિવર્સિટીનો આ પહેલો પ્રોજેક્ટ છે. જેમાં અનંત યુનિવર્સિટીના 11 વિદ્યાર્થીઓએ અને 3 અધ્યાપકો દ્વારા ડ્રોનની મદદથી રથયાત્રાના રૂટના અલગ-અલગ ફોટોઝ લેવામાં આવ્યા છે અને આ બધા જ ફોટોઝને ભેગા કરીને એક 3D મેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ મેપ Li DAR ટેક્નોલોજીની મદદથી બનનાવવામાં આવ્યો છે. જેમાં પોલીસ હવે કંટ્રોલરૂમમાં બેઠા-બેઠા જ વર્ચ્યુઅલ રિયાલિટીની જેમ જ આખા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરી શકશે.
આ અંગે વાત કરતાં અનંત યુનિવર્સિટીના ભાસ્કર ભટ્ટ જણાવે છે કે, “આ પ્રકારે આટલા મોટા સ્તરે ડ્રોનની મદદથી 3D મેપિંગ કરવામાં આવ્યું હોય કે પછી ડ્રોનની મદદથી 22 કિલોમીટરના રૂટનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હોય તેવી આ પહેલી ઘટના છે. આ સમગ્ર પોજેક્ટમાં અનંત યુનિવર્સિટીના મેનેજમેન્ટ દ્વારા અમને સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે અને અમારા 11 વિદ્યાર્થીઓએ અને 3 અધ્યાપકો આ પ્રોજેક્ટનું સંચાલન કરી રહ્યા છે. ગઇકાલે ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મળેલી બેઠક બાદ અમારા આ પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. અમે આગળ પણ પોલીસ સાથે કામ કરવા માટે તૈયાર છીયે.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796