Saturday, May 2, 2026
HomeGujaratSurendranagarકારખાનું ચલાવવું હોય તો ખંડણી તો આપવી જ પડે, આ છે સુરેન્દ્રનગરની...

કારખાનું ચલાવવું હોય તો ખંડણી તો આપવી જ પડે, આ છે સુરેન્દ્રનગરની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં (Surendranagar) લુખ્ખા તત્વોના આતંકની ઘટના સામે આવી છે. જેમાં લુખ્ખા તત્વોએ (Anti Social Elements) વેપારીને ઢોર માર મારી ખંડણીની (Extortion) માગણી કરી હતી, જોકે વેપારીએ ખંડણી આપવાની ના પાડતા આ લુખ્ખા તત્વોએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે વેપારીએ ચોટીલા પોલીસ સ્ટેશન (Chotila Police Station) ખાતે સમ્રગ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અશોક કણઝરીયા નામના માટીના વાસણનો કારખાનું ચલાવતા વેપારી ગતરોજ સાંજે સાત વાગ્યના આસાપાસ ચોટીલા રિલાન્યસ પેટ્રોલ પંપ પાસે આવેલી પોતાની ઓફિસમાં હતા, ત્યારે તેમની ઓફિસ પાસે બે જેટલી મોટરસાયકલ પર કેટલાક વ્યકિતઓ આવ્યા હતા અને ઓફિસ અંદર ઘૂસીને ધમકી આપી હતી કે, ‘તારે કારખાનું ચલાવવું હોય તો અમને પાંચ લાખ રૂપિયા આપી દે, નહીં તો પરિણામ સારા નહી આવે. પૈસા નહી આપે તો કારખાનું બંધ કરી દે નહીં તો તને જાનથી મારી નાખીશું.’ આ લુખ્ખા તત્વો આટલેથી ન અટકતા વેપારીને અભદ્ઘ ગાળ બોલી હતી અને પૈસા તો આપવ જ પડશે તેવું કહી ઢોરમાર માર્યો હતો. આ મારામારી ઘટનાને પગલે વેપારીના કારખાનામાં નોકરી કરતી મહિલા કર્મચારીએ વચ્ચે પડી વેપારીને બચાવ્યા હતા. ત્યાર બાદ સમ્રગ ઘટનાને પગલે અન્ય કર્મચારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકો એકત્રિત થઈ જતાં માર મારનારામાંથી એક વ્યકિતએ કહ્યું હતું કે, ખંડણી તો ગમે તે રીતે લઈશું, નહીં તો આ વેપારીને જાનથી મારી નાખીશું. ત્યાર બાદ તમામ વ્યકિતઓ મોટસાયકલ લઈ જતા રહ્યા હતા.

- Advertisement -

અશોક કણઝરીયાને ઈજાઓ પહોંચતા સારવાર માટે ચોટીલાની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉકટરે સારવાર આપી ડિસ્ચાર્જ કર્યા હતા. આ સમ્રગ મામલે અશોક કણઝરીયાએ ચોટીલ પોલીસ સ્ટેશન ખાતે દેવા ઘંઘાળ, વિરમ, પિન્ટુ મારાજ અને બીજા બે અજાણ્યા વ્યકિતઓ સામે ખંડણી અને જાનથી મારી નાખવા અંગે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધી પાંચેય આરોપીઓની ધરપકડ કરવા તપાસ શરૂ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular