Monday, August 10, 2026
HomeGeneralઆણંદના ઉમરેઠમાં સગીરાની છેડતી મામલે ઉગ્ર વિરોધ બાદ 3 દિવસ પછી અંતે...

આણંદના ઉમરેઠમાં સગીરાની છેડતી મામલે ઉગ્ર વિરોધ બાદ 3 દિવસ પછી અંતે ફરિયાદ નોંધાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. આણંદ: આણંદના (Anand) ઉમરેઠમાં સગીરાની છેડતી મામલે (Umreth Molestation Case) ભારે વિરોધ બાદ જિલ્લા પોલીસ વડા (Anand SP) એક્શનમાં આવ્યા હતા અને સમ્રગ મામલે ઉમરેઠના PSI પાસેથી તપાસ આચંકી સર્કલ પોલીસ ઇન્સપેકટરને સોંપી હતી. ત્યારે હવે આજે ત્રણ દિવસ બાદ આજે સગીરાની ફરિયાદના અધારે રોમિયાગીરી કરાનારા આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉમરેઠમાં છેડતી મામલે બે સમુદાયના ટોળા સામ-સામે આવી ગયા હતા અને વાતવરણ તંગ બન્યું હતું. ઘટનાને પગલે સગીરાના સમુદાયના લોકોએ ત્રણ દિવસ સુધી સ્વયંભૂ બજાર બંધી રાખી વિરોધ સ્વરૂપે રેલી પણ કાઢી હતી. ત્યારબાદ મામલતદાર કચેરી અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવી આરોપીઓની સામે ગુનો દાખલ કરી કડકહાથે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. આ ઘટના બાદ પોલીસ હરકતમાં આવી હતી અને જિલ્લાનું વાતવરણ ન બગડે તે માટે પોલીસે સગીરાના સમુદાયના લોકોને આશ્વાસન આપી કાર્યવાહીની ખાતરી આપી હતી. અંતે પોલીસે આજે છેડતીનો ગુનો દાખલ કર્યો છે.

- Advertisement -

શું હતો સમ્રગ મામલો

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં સોમવારે રાત્રિના સમયે સગીરાઓ પસાર થઈ રહી હતી, તે દરમિયાન એક યુવકે સગીરાનો હાથ પકડી છેડતી કરી હતી. જે સમ્રગ ઘટના સગીરાએ પોતાના પરિજનોને જણાવતા પરિવારજનોએ ઉમેરઠ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી હતી. આ મામલે પોલીસ તરફથી આરોપીને પકડવામાં ન આવતા સગીરાનો સમુદાય આકરાપાણીએ જોવા મળ્યો હતો. ઉમરેઠમાં આરોપી સામે કાર્યવાહી ન થતા સગીરાના સમુદાયે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરવા રેલી કાઢી હતી તેમજ ઉમેરઠના PSIની કામગીરી સામે આક્ષેપ કરતા બિન આવડતી અને બેદરકાર ગણાવ્યા હતા. તેમજ સગીરાનો પરિવાર ફરિયાદ નોંધાવવા ગયો હતો ત્યારે અરજી પર નોંધ કરી અરજીનો નિકાલ કર્યો હતો. આ બાબતે કોઇ કાર્યવાહી ન થતાં સગીરાના સમુદાયના લોકો ભારે રોષ સાથે રસ્તા પર ઉતરી કાર્યવાહી માગ કરી હતી.

TAG : Umreth News, Umreth Crime News Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular