નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરામાં (Vadodara) વધુ એક વખત સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો (SMC Raid) પાડીને દારૂનો જંગ જથ્થો ઝડપી પાડ્યો છે. વડોદરાના વારસીયા વિસ્તારમાં ગત મોડી રાત્રીના સમયે સ્ટેટ મોનિટરીંગ સેલે (state monitoring cell) દરોડો પાડ્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલે દારોડો પાડીને જે દારૂનો (Liquor) જથ્થો ઝડપી પાડ્યો છે, તે કુખ્યાત બુટલેગર (Bootlegger) આંનદનો હોવાનું સામે આવ્યું છે. જોકે સ્ટેટ મોનિટરીંગ સેલે વારસીયા વિસ્તારમાં અગાઉ પણ દરોડો કરીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે ફરી એક વખત સ્થાનિક પોલીસ નિદ્રામાં રહી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સ્ટેટ મોનિટરીંગ સેલને વડોદરાના વારસીયા વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર આનંદે દારૂનો જંગી જથ્થો સંતાડીને રાખ્યો હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ ગઈ કાલે રાત્રીના સમયે વારસીયા વિસ્તારમાં આવેલા યોગીનગર સોસાયટીમાં દરોડો કર્યો હતો. સોસાયટીના અલગ-અલગ મકાનની તલાસી લેતા દારૂની 300 પેટીનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર આનંદનો હોવાનું સામે આવ્યું હતું.
બુટલેગર આનંદ નાના-મોટા બુટલેગરોને દારૂનું વેચાણ કરતો હતો. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો કરીને 19,267 દારૂની બોટલ, રોકડ રકમ 36,800 સહિત કુલ રૂપિયા 26,50,400નો મુદ્દામાલ જપ્ત કરીને બુટલેગર વસંત સુરવે અને ચન્દ્રકાન્ત રાજપુતની ધરપકડ કરી છે. જ્યારે બુટેગર આનંદ, દીલીપ મચ્છી અને નાન્કા મચ્છીને વોન્ટેન્ડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટમોનિટરીંગ સેલે ઝડપેલા બે આરોપીઓને વારસીયા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યા છે. સાથે જ ઝડપાયેલા બુટલેગરો સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા વારસીયા વિસ્તારમાં દરોડા પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે સ્થાનિક પોલીસ આવા બુટલેગર સામે આંખ આડા કાન કરી રહી હોય તેવી પરિસ્થિતી નિર્માણ થઈ છે. ત્યારે હવે સ્ટેટ મોનિટરીંગ સેલની કાર્યવાહીના કારણે જિલ્લા પોલીસ વડા દ્વારા વારસીયા પોલીસ સ્ટેશનના કર્મીઓ સામે કોઈ એક્શન લેવામાં આવે છે કેમ તે જોવું રહ્યું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








