પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમરેલી): ગૃહ વિભાગે આઈપીએસ અધિકારીઓની બદલીનો આદેશ કરતા અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે અમરેલીમાં 47 મહિના કામ કરી પોતાના ચાર્જ છોડયો હતો, અમરેલીમાં કોઈ આઈપીએસ અધિકારીઓ આટલો લાંબો સમય રહ્યા હોય તેવી આ પહેલી ઘટના છે, આ ઉપરાંત ખુદ નિર્લિપ્ત રાયે પણ કોઈ એક સ્થળે આટલો લાંબો સમય પસાર કર્યો તેવી પહેલી ઘટના છે કારણ અગાઉ તેમની પાંચ વર્ષની નોકરીમાં છ બદલીઓ થઈ ચુકી છે.
અમરેલીમાં બીટ કોઈન પ્રકરણ બનતા રાજય સરકારે અમરેલીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સરખી કરવા માટે નિર્લિપ્ત રાયને અમરેલી મુકયા હતા, જો કે શરૂઆતના ગાળામાં વર્ષોથી અડ્ડો જમાવી બેઠેલા સ્થાનિક પોલીસ અધિકારીઓ અને માફીયાઓ માનતા હતા કે આવા કેટલાંય એસપી આવ્યા અને જતા રહ્યા, પણ નીર્લીપ્ત રાયે એવી સ્થિતિ નિર્માણ કરી અમરેલીના ગુંડાઓ તો ઠીક ખુદ પોલીસ અધિકારીઓ પણ અમરેલી છોડવાની વેતરણ કરવા લાગ્યા હતા. રાય માનતા હતા કે ત્યારે જ કોઈ ગુંડો મોટો બને જયારે તેને પોલીસ અને રાજનેતાનું પીઠબળ, આથી પહેલા તો તેમણે માફીયા સાથે સંબંધ ધરાવતા પોલીસ અધિકારીઓને શોધવાની શરૂઆત કરી તેમની સામે કાર્યવાહી કરી જેના કારણે ગુંડા તો ઠીક પોલીસ ફફડી ગઈ હતી.
કાયદાની તાકાત કોઈ પણ ગુંડા કરતા અનેક ઘણી વધારે છે તેનો પરચો રાયે અમરેલીના અનેક ગુંડાઓને આપ્યો હતો, આ ગુંડાઓ પૈકી કેટલાંક જ્ઞાતિનો સહારો લઈ લોક આંદોલનના નામે રાયની બદલી કરાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો પણ તેમાં તે સફળ થયા નહીં લેડી ડૉન સહિત અનેક ગુંડાઓની ગુજસીટોકમાં જેલમાં ધકેલી દીધા હતા અને વર્ષો પછી અમરેલીની પ્રજાને કાયદો અને વ્યવસ્થાનું સુશાન કેવુ હોય તેની ખબર પડી હતી, 47 મહિના પછી નીર્લીપ્ત રાયની બદલી થતાં આખુ અમરેલી અને તમામ પક્ષના લોકો તેમને વિદાય આપવા ઉમટી પડયા હતા, આવુ માન પોરબંદરને શાંત કરનાર આઈપીએસ અધિકારી સતીષ વર્માને મળ્યુ ત્યાર બાદ નીર્લીપ્ત રાયને લોકો કેવી રીતે વિદાય આપી જુઓ વિડીયો
અમરેલીના SP નિર્લિપ્ત રાયની બદલી થતાં હજારો લોકોની ભીડ ઉમટીઃ આટલો પ્રેમ શુ કામ કોઈ IPS અધિકારીને મળે જુઓ વિડીયો@SP_Amreli @dgpgujarat @sanghaviharsh @prashantdayal26 pic.twitter.com/Da0wAA6ja8
— Navajivan News (@NavajivanNews) April 5, 2022
![]() |
![]() |
![]() |











