Saturday, July 4, 2026
HomeGeneralઅમદાવાદઃ ડૉકટરનું કામ જીવન બચાવવાનું છે, મેડીકલ કોલેજના વિદ્યાર્થીએ રિવરફ્રન્ટ ઉપર એક...

અમદાવાદઃ ડૉકટરનું કામ જીવન બચાવવાનું છે, મેડીકલ કોલેજના વિદ્યાર્થીએ રિવરફ્રન્ટ ઉપર એક યુવકનો જીવ આવી રીતે બચાવ્યો

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): નામ- પાર્થ શેઠ, વતન રાજકોટ અભ્યાસ અમદાવાદ એનએચએલ મેડીકલ કોલેજના બીજા વર્ષમાં, આમ તો પાર્થની ઉંમર હજી ખુબ નાની છે, મેડીકલમાં તેણે એડમીશન લીધુ તેનો અર્થ સ્પષ્ટ છે કે તેણે માણસ બચાવવાનો અને માણસની પીડા ઓછી કરવાનો ઉમદા વ્યવસાય પસંદ કર્યો છે, પણ ખરેખર તો વ્યવસાય ત્યારે જ ઉમદા બને છે જયારે તે વ્યવસાયમાં જોડાયેલા લોકો તેને ઉમદા બનાવે છે. પાર્થ શેઠે રવિવારની રાતે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર જે કામ કર્યુ તેના માટે તેને દાદ તો આપવી પડે પણ તેના આ પ્રયાસને કારણે એક વીસ વર્ષના છોકરાનો જીવ બચી ગયો હતો.



મુળ રાજકોટ વતની પાર્થને અમદાવાદની ભુગોળની ખાસ ખબર નથી, મેડીકલ કોલેજની હોસ્ટેલમાં જ રહે છે રવિવારની રાતે સાડા નવ વાગે જમ્યા પછી પાર્થને વિચાર આવ્યો કે થોડુ ફરી આવુ એટલે તેણે હોસ્ટેલના પાછળના રસ્તેથી રિવરફ્રન્ટ ઉપર ચાલવાની શરૂઆત કરી, પાર્થ ચાલી રહ્યો હતો ત્યારે તેણે જોયુ એક આધેડ મહિલા પોતાના ફોન બતાવી ત્યાંથી પસાર થતાં લોકોને રોકી બતાવી રહી છે, અને બધા ફોન જોઈ જવાબ ના આપી ચાલ્યા જતા હતા, પેલી પાર્થ પાસે આવી તેણે પોતાનો ફોનનો સ્કીન બતાડી કહ્યુ ભાઈ આ મારો દિકરો છે, તમે તેને જોયો છે, પાર્થે ફોટો જોયો પાર્થ પણ બીજાની જેમ ના પાડી ત્યાંથી નિકળી શકતો હતો, એક હાંફળી ફાફળી થયેલી માતાને જોઈ પાર્થે તેમને શાંત કરતા પુછયુ પહેલા કહો વાત શુ છે,

સ્ત્રી આંખમાં ઝળઝળીયા આવી ગયા તેણે કહ્યુ આ મારો દિકરો છે તેણે પોતાના ફેસબુક ઉપર લખ્યુ મને જીવનમાં રસ નથી હું જઈ રહ્યો છે તેમાં તેણે જે ફોટો મુકયો તે રિવરફ્રન્ટ છે એટલે ભાઈ હું તેને શોધવા અહિયા આવુ છે, પાર્થ ગંભીરતા સમજી ગયો તેણે તરત પોતાનો ફોન કાઢયો અને ફોન અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમને જોડયો પણ સતત પ્રયાસ છતાં કંટ્રોલરૂમ સાથે સંપર્ક થતો ન્હોતો, પાર્થે મહિલા અને તેના દિકરાનો ફોન નંબર લીધો અને કહ્યુ હું કઈક કરૂ છુ કારણ હવે એક એક મિનીટ કિંમતી હતી, પાર્થે પોલીસ સ્ટેશન તરફ દોટ મુકી તે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો પોલીસ સ્ટેશનની બહાર બે પોલીસવાળા વાતો કરી રહ્યા હતા,.



પાર્થે પોતાની પરિચય આપ્યો અને વિનંતી કરી કે એક યુવાનની જીંદગીનો સવાલ છે તેને તમારી મદદની જરૂર છે, પાર્થે તે પોલીસને મહિલા અને તેના દિકરાનો નંબર પણ આપ્યો આ પોલીસવાળાએ પોતાના ઉપરની પુછવાનો પણ સમય બગાડયા વગર પોલીસની જીપ સ્ટાર્ટ કરી પાર્થે તેમને યુવાનનો ફોટો આપ્યો હતો, પોલીસે તરત પેલી મહિલાનો પણ સંપર્ક કર્યો અને પોલીસ અને પાર્થ રિવરફ્ન્ટ ઉપર પેલા યુવાનને શોધવા દોડવા લાગ્યા, લગભગ અડધો કલાક પછી મહિલાએ પોલીસને એક યુવાન તરફ ઈશારો કરતા કહ્યુ સાહેબ પેલો રહ્યો મારો દિકરો પેલા યુવાનની પીઠ હતી,

- Advertisement -

પોલીસની જીપ તરત ત્યાં વળી પણ પોલીસ અને પેલી માતાએ જોયુ કે પેલા યુવાને નદીના પાણીમાં કુદકો માર્યો, આ જોઈ કોઈ પણ માતાને ધ્રાસકો પડે તે સ્વભાવીક છે, પણ પોલીસ જવાને તરત બહાર આવ્યે તેમના વાહનમાં રહેલુ દોરડુ તેમણે કાઢયુ અને નદીના પાણીમાં દોરડુ નાખી પાણી ડુબી રહેલા યુવાનને દોરડુ પકડવા કહ્યુ પેલો યુવાન મરવા આવ્યો હતો પણ જેવો તે ડુબવા લાગ્યો તેની સાથે ડર પણ લાગ્યો એટલે તેણે તરત દોરડુ પકડી લીધું અને પોલીસે તેને બહાર કાઢયો આ અંગે પાર્થ શેઠ સાથે વાત થઈ ત્યારે તે કહે છે, તમે મારા વિશે લખો તેમાં કઈ વાંધો નથી પણ સવાલ મારા કામ કરતા લોકોના વ્યવહારનો છે, આ માતાએ અનેક લોકોને પોતાના દિકરો ફોટો બતાડયો પણ બધા અમે જોયો નથી તેમ કહી ચાલવા લાગ્યા હતા, કદાચ કોઈએ આ મામલે પોલીસની મદદ માંગી હોત તો તે પાણીમાં કુદી પડે તે પહેલા તેને શોધી કાઢયો હોત. એટલે આવી વખતે લોકો જાગૃત બની પોલીસની તરત મદદ માંગે તે જરૂરી છે.
થેકસ પાર્થ તે ડૉકટર થતાં પહેલા માણસ બચાવવાનું કામ કર્યું આજે જેવો છે તે કાયમ રહેજો.
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular