નવજીવન ન્યૂઝ. અમરેલી: ગુજરાતના ગામડાઓમાં ખાનગી કંપનીઓનો પ્રવેશ ખેડૂતો માટે કેટલો જોખમકારક છે તે કેટલીક ઘટનાઓથી પ્રતિબિંબિત થાય છે. કંપની દ્વારા વપરાશમાં લેવાતું પાણી જ્યારે ખેતરોમાં ફરી વળે ત્યારે કેમિકલયુક્ત પાણીથી પાક નાશ પામે છે સાથે જ આરોગ્યને પણ મોટા પાયે નુકસાન થાય છે. કંપનીના એવા કેટલાક પ્રોજેકટ પણ હોય છે જેમાં સ્થાનિક ખેડૂતોએ સહન કરવું પડે છે, ત્યારે અમરેલીમાં (Amreli) આઈનોક્સ કંપનીના પ્રોજેકટે (Inox Windmill Project) ખેડૂતને (Farmers) બેહાલ કરી દીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી જીલ્લામાં બાબરા અને લાઠી પંથકમાં અનેક પવનચક્કીઓ આવેલી છે. લાલકા, નિલવાડા તેમજ હરસપુર ગામે પવનચક્કીઓને લઈ ખેડૂતોએ અનેકવાર સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરી છે. ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં આ બાબતે આવેદનપત્રો આપ્યા છે. લાઠી નાયબ કલેક્ટર દ્વારા ખેડૂતોની સમસ્યાઓ અંગે તપાસ કરાવી તેમની સમસ્યા હલ કરવા આદેશ પણ કરવામાં આવ્યો હતો. પણ જાણે આઈનોક્સ કંપનીને નાયબ કલેકટરના આદેશની કોઈ પરવા જ ન હોય તે રીતે આદેશને ઘોળીને પી ગઈ હતી.
ખેડૂતોની એવી રજૂઆત છે કે, પવનચક્કી પ્રોજેકટ માટે આઈનોક્સ કંપની સર્વે નંબરવાળી જમીનમાં વીજપોલ ઊભા કરે છે. તેમજ જમીનમાં આવેલા વૃક્ષોને કાપી નાખે છે. કંપની દ્વારા જમીનનું બીજી રીતે પણ દબાણ કરવામાં આવે છે. ખેડૂતોએ આ બાબતે આઈનોક્સ કંપનીને જાણ કરેલી અને કામ બંધ કરવા વિનંતી કરી હતી. સુખાભાઈ મોહનભાઈએ આરોપ કરતાં કહ્યું કે, બીજી બાજુ બાબરા તાલુકા પોલીસ સ્ટેશના PSIએ ખેડૂતને બોલાવી ધમકી આપી કે, જો તમે આઈનોક્સ કંપનીનું કામ અટકાવશો તો 24 કલાક માટે લોકઅપમાં પૂરી દેવાની ધમકી આપવામાં આવી હતી.
બાબરા અને લાઠી પંથકના ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે. સુખાભાઈએ ખેડૂતો સાથે અમરેલી જીલ્લા કલેક્ટરને આવેદન આપતા રજૂઆત કરી છે કે, ખેતીની માલીકીની જમીનમાં કંપનીને પવનચક્કી ઊભી કરતાં રોકવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી પાસે પરિવાર સાથે આમરણાંત ઉપવાસ કરશે અને તે માટે તમામ જવાબદારી જીલ્લા કલેકટરની રહેશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








