Sunday, April 19, 2026
HomeGujaratગોપાલ ઇટાલિયાનું એલાન, ચૈતર વસાવાને સાંસદ બનાવી અત્યાચારનો બદલો લઈશું

ગોપાલ ઇટાલિયાનું એલાન, ચૈતર વસાવાને સાંસદ બનાવી અત્યાચારનો બદલો લઈશું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ડેડીયાપાડા: ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના (AAP Gujarat) ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) પર વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવાના આરોપસર ફરિયાદ નોંધવામાં આવી હતી. ચૈતર વસાવા અને તેમની પત્ની સામે નોંધાયેલી ફરિયાદ બાદ ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતારી ગયા હતા. હજુ પણ ચૈતર વસાવા ભૂગર્ભમાં છે. પોલીસ ચૈતર વસાવાની ધરપકડ કરવા સતત મથી રહી છે. એવામાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ (Gopal Italia) ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી લડાવી સાંસદ બનાવવાનું એલાન કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડેડીયાપાડામાં સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની એક મીટીંગ કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીની મિટિંગમાં ગોપાલ ઈટાલિયા પર હાજર રહ્યા હતા. કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરી આગામી સમયમાં આવી રહેલી લોકસભાની ચૂંટણી અંગે પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. મિટિંગ બાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેનો બદલો ચૈતર વસાવાને સાંસદ બનાવી લેવામાં આવશે.

- Advertisement -

તે સાથે જ ગોપાલ ઇટાલિયાએ એલાન કરતાં કહ્યું કે, ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી ભરુચ બેઠક પરથી લડશે. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આજથી જ તન મન અને ધનથી કામે લાગી જવા સૂચના આપી દેવામાં આવી છે તેમ પણ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતું. ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, પોલીસ સ્ટેશન કે કોર્ટ કચેરીથી જ ન્યાય મેળવવાની આશા રાખી શકાય નહીં.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular