Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadઠક્કરબાપાનગરમાં AMCના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કોર્પોરેટર અને મેયર વિરુદ્ધ ‘હાય હાય’ના લાગ્યા...

ઠક્કરબાપાનગરમાં AMCના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કોર્પોરેટર અને મેયર વિરુદ્ધ ‘હાય હાય’ના લાગ્યા સૂત્રાચાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોની સમસ્યાનું નિરાકરણ લાવવવા અને લોકો સુધી જનસુખાકારીની સુવિધા પહોંચાડવા માટે નવતર પ્રયોગો હાથધરવામાં આવી રહ્યા છે. તેના જ ભાગેરૂપે AMC દ્વારા શહેરના સાતેય ઝોનમાં ફરિયાદ નિવારણ બોર્ડ અંતર્ગત લોકો સુધી પહોંચાવાનું કામ તંત્રના અધિકારી કરી રહ્યા છે. તે વચ્ચે આજે ઠક્કરબાપાનગર (Thakkarbapanagar) ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અલગ જ પ્રકારના દૃશ્ય સામે આવ્યા હતા. જ્યાં સ્થાનિકોએ કોર્પોરેટર્સ અને મેયર (Mayor) વિરુદ્ધ ‘હાય હાય’ના નારા લગાવ્યા હતા અને કોર્પોરેટર્સનો ઘેરાવ કર્યો હતો. આ પ્રકારની ઘટના સામે આવતા અમદાવાદ મેયર કિરીટ પરમારે ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જવાનું ટાળ્યું હતું. સ્થાનિકો છેલ્લા કેટલાક સમયથી સમસ્યાનું નિરાકરણ ન આવતા તેમજ નક્કી કરેલા લોકોની ફરિયાદ લેવામાં આવતા વિવાદ થયો હતો.

મળતી માહિતી મુજબ, આજે AMCના ફરિયાદ નિવારણ બોર્ડનો કાર્યક્રમ ઠક્કરબાપાનગર ખાતે યોજાયો હતો. જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિકો પોતાની રજૂઆત લઈને પહોંચ્યા હતા. નિવારણ કાર્યક્રમમાં ફરિયાદીઓને યોગ્ય રીતે સાંભળવામાં આવતા ન હોવાનો આક્ષેપ થયા છે. તેમજ અધિકારીઓ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવતા સ્થાનિકો વિફર્યા હતા અને સ્થાનિક કોર્પોરેટર તેમજ શહેરના મેયરનો વિરોધ કર્યો હતો. તેમજ ‘હાય હાય’ના નારા લગાવ્યા હતા. જેને લઈ ફરિયાદ નિવારણ કેન્દ્રમાં હાજરી આપવા આવી રહેલા મેયર કિરીટ પરમારે આ ઘટના સમાચાર સાંભળતા કાર્યક્રમ જવાનું ટાળ્યું હતું.

- Advertisement -

સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવામાં આવ્યા છે કે, તંત્ર દ્વારા પક્ષપાતી વર્તન કરવામાં આવી રહ્યું છે અને કેટલાક ચોક્કસ લોકોની જ ફરિયાદ સાંભળવામાં આવી રહી છે. જેમાં કેટલીક સમસ્યાઓને લઈ લોકોએ ફરિયાદ નિવારણ કેન્દ્રમાં રજૂઆત કરી હતી, પરંતુ ફરિયાદ ન નોંધાતી હોવાના આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યા છે. તેમજ દબાણ હટાવાવની કામગીરી દરમિયાન AMC એક તરફી વલણ અપનાવી રહી છે, સાથેસાથે રખડતા ઢોરની સમસ્યાનું પણ કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, AMC કમિશનર અને સત્તાપક્ષ દ્વારા સકંલન સાધી અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં લોકોની સમસ્યા સાંભળી તેના ત્વરિત કોઈ નિકાલ લાવવામાં આવે તેવા વિઝન સાથે આ ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ બીજી તરફ આ કાર્યક્રમના નામે તંત્ર તાયફો કરતું હોય તે પ્રકારે સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી રહી છે. હવે જોવું રહ્યું કે, ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત કોર્પોરેશન લોકોની સમસ્યા નિરાકણ લાવવામાં કેટલી સફળ રહેશે?

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular