Monday, August 10, 2026
HomeGujaratGandhinagarકલોલમાં આખલા યુદ્ધ, રસ્તે પસાર થતી મહિલા માંડ માંડ બચી

કલોલમાં આખલા યુદ્ધ, રસ્તે પસાર થતી મહિલા માંડ માંડ બચી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કલોલ: ગાંધીનગરના (Gandhinagar) કલોલમાં (Kalol) બે દિવસ અગાઉ જ નગરપાલિકા દ્વારા જાહેરમાં ઘાસચારો વેચતા લોકો સામે કાર્યવાહી કરવા માટે ફરમાન જાહેર કર્યું છે, ત્યારે હજુ પણ રસ્તે રખડતાં ઢોરનો ત્રાસ હજુ કલોલમાં ઓછો થયો નથી. પરંતુ તેની સામે નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે ઘણી વાર રખડતાં ઢોરના કારણે અનેક અકસ્માતની (Accident) ઘટનાઓ બનતી હોય છે. આવી જ એક ઘટના આજે સામે આવી છે, જેમાં બે આખલાઓ રસ્તા પર ઝગડતા (Stray Cattle Fight) રાહદારીઓ પરેશાન થયા હતા, હાલ આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વાયરલ વિડીયો કલોલના પંચવટી હનુમાન મંદિર પાસે આવેલા રોડનો છે, વિડીયોમાં જોઈ શકાય છે કે બે આખલાઓ રસ્તા પર ઝગડી રહ્યા છે અને તેમના કારણે રાહદારીઓ અને રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ લાકડીની મદદથી આ આખલાઓને છૂટા પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આખલાઓ લડતા લડતા ચાર રસ્તા સુધી આગળ વધી ગયા હતા.

- Advertisement -

ચાર રસ્તા પર બીજી બાજુથી આવતી એક ટ્રક આખલા સાથે ટકરાતાં આખલા છૂટા પડી ગયા હતા અને બીજી બાજુ જતાં રહ્યા હતા. પરંતુ જ્યારે આખલા લડી રહ્યા હતા, તે દરમિયાન એક મહિલા ત્યાંથી એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી. આ મહિલા આખલાઓની લડાઈમાં અડફેટે આવતા આવતા બચી ગઈ હતી. જો મહિલા આખલાઓની અડફેટે આવી ગઈ હોત તો મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હોત. સ્થાનિકોમાં રખડતાં ઢોરને લઈને નગરપાલિકા સામે ભારે નારાજગી જોવા મળી રહી છે અને નગરપાલિકા ત્વરિત આવા રખડતાં ઢોરો સામે કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular