Tuesday, March 17, 2026
HomeGujaratગ્રામીણ ડાક સેવક સંઘના કર્મીઓએ સરકાર સામે ઉચ્ચારી આંદોલનની ચીમકી, કલેક્ટરને આપ્યું...

ગ્રામીણ ડાક સેવક સંઘના કર્મીઓએ સરકાર સામે ઉચ્ચારી આંદોલનની ચીમકી, કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પાલનપુર: Palanpur News: ગુજરાતમાં સરકાર સામે આંદોલનોની મોસમ શરૂ થઈ હોય તે રીતે છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મીઓ અને વિધાર્થીઓ કોઈને કોઈ મુદ્દાને લઈ આંદોલન કરી રહ્યા છે. એક બાજુ શિક્ષણ વિભાગના કર્મચારીઓ આંદોલન પર ઉતાર્યા છે, તો બીજી બાજુ જ્ઞાન સહાયકના ઉમેદવારોએ સરકાર સામે બાંયો ચડાવી. ત્યારે હવે GDS ગ્રામીણ ડાક સેવકના કર્મચારીઓએ તેમની માગોને લઈ રેલી કરી કલેક્ટરને આવેદન પત્ર આપવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર ગુજરાતમાં કેન્દ્રીય ડાક વિભાગના કર્મચારીઓએ હડતાળ કરવાનો નિર્ણય કર્યો છે. ડાક કર્મચારીઓની રજૂઆત છે કે, તેમણે પગાર અને રજાઓ સહિતના લાભોથી વંચિત રાખવામા આવે છે. ઓલ ઈન્ડિયા નેશનલ GDS યૂનિયનના કર્મીઓએ પોતાની માગોને લઈ આજે પાલનપુરમાં એક મોટી રેલી યોજી હતી. આજે નીકળેલી રેલી પાલનપુરના જિલ્લા ડાક ઘર આગળથી ગુરુનાનક ચોક કીર્તિસ્થંભ સહીત વિવિધ વિસ્તારોમાં ફરી અને બાદમાં કલેક્ટર કચેરી પહોંચી હતી. આ રેલીમાં ડાક કર્મચારીઓએ ‘અમારી માગો પૂરી કરો’ અને ‘કર્મચારીનું શોષણ બંધ કરો’ સહિતના નારા લગાવ્યા હતા.

- Advertisement -

ગામડાની પૉસ્ટ ઓફિસોમાં ટપાલ વિતરણ તેમજ બચત ખાતા ખોલાવવાની ઉપરાંત પૉસ્ટ ઓફિસને લગતા તમામ કાર્યોની ફરજ બજાવતા હોવા છતાં, ડાક કર્મીઓને અચૂક રકમ 3 અથવા 5 કલાકનો પગાર અપાઈ રહ્યો હોવાની રજૂઆત કરી હતી. ડાક કર્મીઓએ પેન્શન વીમા કે અન્ય રજાઓના લાભ મળતા ન હોવાની વાત કહીને આ આવેદનપત્ર આપ્યુ હતું. આજે પાલનપુરમાં ડાક કર્મચારીઓએ પોતાની વિવિધ માગણીઓને લઇને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા પણ શિક્ષકોની પડતર માગોને લઈ સરકાર સામે આંદોલન કરવામાં આવ્યું હતું.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular