નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને જાહેરમાં અસામાજીક તત્વો (Anti Social Elements) પડકાર આપી રહ્યા છે. આવા તત્વો વારવાર ખુલ્લેઆમ તલવાર અને અન્ય હથિયાર લઈને રોફ મારી સામાન્ય લોકોને ડરાવતા હોય છે. હવે સુરતમાં (Surat) ગુનેગારોને કાયદાનો ડર રહે તે માટે સુરત પોલીસ કમિશનરે (Surat Police Commissioner) ગંભીર પ્રકારના ગુના આચરનારા અસમાજિક તત્વો વિરૂધ્ધ પાસાનું હથિયાર ઉઠાવ્યું છે. આજે પોલીસ દ્વારા ગંભીર ગુનામાં સંડોવાયેલા 10 આરોપીઓને પાસા (PASA Act) હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે. વર્ષ 2023ના ઓગસ્ટ મહીનામાં બળાત્કાર, મની લોન્ડરિંગ, હત્યા, મેચોના સટ્ટા, દારૂનો વેપાર, જુગાર, વ્યાજખોરી અને જુગાર સહીત અન્ય ગંભીર પ્રકારના ગુના આચરનારા કુલ 709 લોકો વિરુદ્ધ પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં 2019થી 2023માં કુલ 2933 અસામાજીક તત્વો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં હતી. તેમજ આગામી સમયમાં ગંભીર ગુના આચરતા તત્વો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે વારંવાર ગુના આચરતા અસામાજીક તત્વો અને ટોળકીઓ પર પાસા જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગંભીરના ગુના કરતાં અસામાજીક તત્વો વિરુદ્ધ પોલીસે પાસાનું હથિયાર ઉગામતા એક મહીલા આરોપી સહીત 10 આરોપીઓને પાસા લગાવી ગુજરાતની અન્ય જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરના જણાવ્યા અનુસાર, સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને માથાભારે તત્વોમાં કાયદાનો ડર રહે તે માટે સરકાર દ્વારા પાસાનો કાયદો લાવવામાં આવ્યો છે. જે કાયદા અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા એક મહિનામાં 709 લોકો વિરુદ્ધ પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે. વધુ આ મહિનામાં ગંભીર ગુના આચરનારી એક મહિલા સહિત 10 લોકોને ગુજરાતના અન્ય જીલ્લાની જેલમાં પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે. જેમાં અમરોલીનો શાહ નવાજ ઉર્ફે ઈસ્માઈલ શેખની વડોદરા, જહાંગીરપુરાનો સુનિલ રાઠોડની નડિયાદ, વિનોદ ઉર્ફે કોલુ રમેશ રાઠોડની મહેસાણા, ભટારના જાનેન્દ્ર ઉર્ફે જનેન્દ્ર હોતાની અમદાવાદ, અલ્થાનના હીના ખાલી ડાકુવાની અમદાવાદ, પરેશ રાઠોડની નડિયાદ, સુનિલ રાઠોડની વડોદરા, વસંત ઉર્ફે બસંત ભુયાનની અમદાવાદ, સુશીલ સંતોષ પાટીલની વડોદરા અને મહિલા આરોપી આશા નામદેવ નિકમની અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ ધકેલી કાર્યવાહી કરવામાં આવી છે.
વધુમાં પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, છેલ્લા પાંચ વર્ષની અંદર સુરત પોલીસે ગંભીર ગુના આચરનારા તત્વો વિરુદ્ધ પાસ હેઠળ કાર્યવાહી કરી છે. જેમાં વર્ષ 2019માં 191 માથાભારે, 224 બુટલેગરો, બે અન્ય ગુના મળી 417 લોકો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી હતી. વર્ષ 2020માં 324 માથાભારે, 172 બુટલેગરો, 04 જાતિય સતામણીમાં સંડોવાયેલાને, 12 જુગારીઓ, 3 સાયબર ક્રાઇમના, 4 મની લેન્ડિંગ, જ્યારે 7 અન્ય ક્રુરતાપૂર્વકના ગુનાના મળી 526 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી છે. વર્ષ 2021માં 380 માથાભારે, 221 બુટલેગર, 25 જાતિય સતામણી, 7 જુગારીઓ, 5 સાઈબરક્રાઇમ, 1 મની લેન્ડિંગના, 01 અન્ય ગુનાના આરોપીઓ મળી કુલ 640 આરોપીઓની પાસા હેઠળ કાર્યાવાહી કરી જેલમાં મોકલવામાં આવ્યા છે. તેમજ વર્ષ 2022માં માથાભારે 307, 221 બુટલેગરો, 25 જાતિય સતામણી, 14 જુગારીઓ, 4 સાયબર ક્રાઇમ, 06 મની લેન્ડિંગના આરોપીઓ સહિત અન્ય 7 ગુનાના મળી કુલ 560 આરોપીઓ વિરોધ પાછા હેઠળ ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે 2023માં 339 માથાભારે, 303 બુટલેગરો, 20 જાતીય સંતામણીના આરોપીઓ, 17 જુગારીઓ,3 સાયબર ક્રાઈમ , 22 મની લેન્ડિંગના આરોપીઓ અને 3 અન્ય ગુના આચરનારા, 2 દેહ-વેપારના ધંધા સાથે સંકળાયેલા આરોપીઓ સહીત કુલ 709 આરોપીઓને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








