Thursday, June 4, 2026
HomeGeneralઅમદાવાદથી ગાંધીનગર સુધી 14 માગણી સાથે માજી સૈનિકોની સન્માન યાત્રા, પોલીસે...

અમદાવાદથી ગાંધીનગર સુધી 14 માગણી સાથે માજી સૈનિકોની સન્માન યાત્રા, પોલીસે અટકાયત કરતા મામલો બિચક્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: અમદાવાદથી ગાંધીનગર સુધી આજે માજી સૈનિક અને તેમના પરિવાર દ્વારા 14 વિવિધ માગણીઓ સાથે સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના શાહીબાગ શહીદ સ્મારકથી લઈને ગાંધીનગર સચિવાલય સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રેલીને પોલીસ પરવાનગી મળી ન હોવાના કારણે રેલી ગાંધીનગર પહોંચે તે પહેલા જ માજી સૈનિકોની અટકાયત કરવામાં આવી હતી.
 


માજી સૈનિકોની પડતર માગને લઈને આજે રેલીનું આયોજન કરવામાં આવતા હજારોની સંખ્યામાં માજી સૈનિકો અને તેમના પરિવારજનો આ રેલીમાં જોડાયા હતા. સમગ્ર ગુજરાતમાંથી 10 હજારથી પણ વધુ પરિવાર આ રેલીમાં જોડાવવાની શકયતા સેવવામાં આવી છે. માજી સૈનિક છેલ્લા 4 વર્ષથી પોતાના હક્ક માટે સરકાર સામે લડી રહ્યા છે. સરકારમાં તમામ કક્ષાએ રજુઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવ્યો હોવાનું પૂર્વ સૈનિક સંગઠન જણાવી રહ્યું છે. સંગઠન આગેવાન જણાવ્યુ હતું કે, શહીદોને વળતર, પૂર્વ સૈનિકોને જમીન પ્લોટ સહિતના 14 મુદ્દાઓના સરકાર તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી. સરકાર તરફથી કોઈ જવાબ નહિ મળતા પગપાળા ગાંધીનગર કુછ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

માજી સૈનિકની રેલીમાં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતા રેલીને રોકવા માટે અમદાવાદથી ગાંધીનગર જવાના રસ્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોધવી દેવામાં આવ્યો હતો. પરંતુ રેલીમાં જોડાયેલા લોકો કરતાં પોલીસની સંખ્યા ઓછી જોવા મળી રહી હતી. ઉપરાંત રેલીને રોકવા માટે પોલીસ બસને રસ્તા પર મૂકવામાં આવી હતી તે બસને માજી સૈનિકોએ ઘેરી લીધી હતી અને તેને ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે અમુક માજી સૈનિકોની અટકાયત કરી છે. માજી સૈનિકોની રેલીને પણ અટકાવી દીધી છે. સચિવાલયમાં પ્રવેશ પહેલાં જ પોલીસે અટકાયત કરતા મામલો બિચક્યો હતો.
 


માજી સૈનિકોની 14 માંગો
1 સૈનિકો માટે રાજ્ય સરકાર તરફથી નોકરી માટેની અનામત મળે
2 કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરી, સીધી ભરતી કરવાં આવે
3 શહીદ પરિવારને એક કરોડની સહાય તથા પરિવારમાં એક સભ્યને સરકારી નોકરી
4 ખેતી માટે જમીન અને રહેણાંક પ્લોટ
5 દારૂ માટેની પરમીટ. ભારતીય સેના માટે આપેલ પરમીટ માન્ય ગણવી
6 ગાંધીનગરમાં રાજ્યકક્ષાનું શહીદ સ્મારક અને સૈનિકો માટે આરામગૃહની માંગ
7 સૈનિકોના બાળકોનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે
8 સૈનિકો માટે લેવાતો વ્યવસાય વેરો માફ કરવામાં આવે
9 માજી સૈનિકોની નોકરીના કિસ્સામાં સેનામાં કરેલી નોકરીનો ગાળો સળંગ કરવામાં આવે
10 માજી સૈનિકો માટે પાંચ વર્ષનો ફિક્સ પગાર વાળી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે
11 એક સૈનિકને પોતાના વતનમાં નોકરી આપવામાં આવે
12 ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં સૈનિકોના બાળકોને છૂટછાટ
13 હથિયારનું લાયસન્સ રીન્યુ કરવા અલગથી વ્યવસ્થા થાય
14 માજી સૈનિકોના પરિવારની સમસ્યા માટે કચેરીઓમાં અલગથી વ્યસ્થા થાય.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular