લતીફ ભાગ-13: લતીફ (Abdul Latif) ની ગેંગમાં શરીફ (Sharif) દાખલ થયો ત્યારે લતીફ (Latif) રોજના એકાદ લાખ રૂપિયા કમાઈ લેતો હતો પણ શરીફ (Sharif) ને આ રકમ બહુ નાની લાગતી હતી. શરીફ (Sharif) ની નવી યોજના પ્રમાણે લતીફ (Latif) ગેંગ દ્વારા શહેરમાં 1 નંબર અને 2 નંબર ધંધો કરી પૈસાદાર થયેલા લોકોની યાદી લતીફે તૈયાર કરાવી અને થોડાક જ દિવસોમાં દારૂ-જુગારનો ધંધો કરતાં હિન્દુ-મુસ્લિમ (Hindu-Muslim) ગુંડાઓના અપહરણનો દૌર શરૂ થયો અને શરીફખા (Sharifkhan) ને ગુંડાઓ પાસે લાખોની રકમમાં ખંડણી વસુલ કરવાની શરૂઆત કરી. ત્યારે લતીફને પહેલી વખત અંદાજ આવ્યો કે દારૂના ધંધા કરતા અપહરણ કરી ખંડણી વસુલવાના ધંધામાં મોટી કમાણી છે. શરીફે (Sharif) ગુજરાતમાં મુંબઈમાં દાઉદ ઈબ્રાહીમ (Dawood Ibrahim) જે રીતે મોટા લોકોને ધમકી આપી, અપહરણ કરી ખંડણી વસુલતો હતો તેવી જ રીતે અપહરણો અને ખંડણી શરૂ કરી હતી. જો કે પહેલા તબક્કામાં જે અપરહણો થયા તે બે નંબરનો ધંધો કરતાં લોકોના થયા, તેના કારણે કોઈ પોલીસ ફરિયાદ થઈ નહીં.
પરંતુ પોલીસને ખ્યાલ ન્હોતો કે હવે લતીફ (Latif) ગેંગના નિશાના ઉપર કોણ છે. લતીફ (Latif) ગેંગના યુવાનો માટે અપહરણ કરી ખંડણી વસુલ કરવાનો રૌમાંચ પણ જુદો હતો. કારણ તેમને હવે મહિને નક્કી કરેલા પગાર ઉપરાંત ખંડણીમાંથી લતીફ (Latif) ને મળતી રકમનો એક નાનકડો હિસ્સો પણ મળતો હતો. જો કે તે નાનકડો હિસ્સો તેમના માટે તેમની કલ્પના બહારનો હતો. હવે અમદાવાદ (Ahmedabad) ના ઉદ્યોગપતિઓ અને બિલ્ડર્સ નિશાના ઉપર હતાં બિલ્ડર્સ (Builders) અને ઉદ્યોગપતિઓની (businessmen) બારીકમાં બારીક માહિતી લતીફ (Latif) ગેંગ દ્વારા તૈયાર થઈ ચુકી હતી. તેમના બંગલા તેમની ઓફિસ અને તેમની બહાર નિકળવાની એક એક માહિતી લતીફ (Latif) પાસે રહેતી હતી. ત્યાર બાદ રસ્તામાંથી બિલ્ડર્સ અને મોટા લોકોના અપહરણ થવા લાગ્યા અને છુટકારા માટે તેઓ લાખો રૂપિયા ચુકવતા હતાં. લતીફ (Latif) ના નામથી હવે પૈસા મળવા લાગ્યા હતાં. એક પણ સ્થળે અપહરણ કરવા કે ખંડણી લેવા માટે લતીફે સ્થળ ઉપર જવાની જરૂર ન્હોતી. પોલીસ બધુ જ જાણતી હતી, જેમના અપહરણ થતાં તેમના ઘરે જઈ પોલીસ ફરિયાદ (Police FIR) આપવાની માગણી કરતી હતી પણ તેમને પોલીસની તાકાત કરતાં લતીફ (Latif) ની તાકાત ઉપર વધુ ભરોસો હતો. લતીફ (Latif) એટલો મોટો થઈ ગયો હતો કે લતીફ (Latif) સામે તંત્ર લાચાર થઈ ગયુ છે તેવુ બધા જ માનવા લાગ્યા હતાં. તંત્રની નિષ્ફળતા અને લોકોની માનસિકતાને કારણે લતીફને મોકળુ મેદાન મળી ગયુ હતું. જે લોકો ખંડણી આપવાનો ઈન્કાર કરતાં તેમને મારી નાખવામાં આવતા હતાં.
ગુજરાતમાં રાજકિય સમીકરણો પણ બદલાયા હતાં. લતીફને છાવરામાં કોંગ્રેસે (Congress) મોટી કિમંત ચુકવી હતી. 1989માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસનાં (Election Congress) સુપડા સાફ થઈ ગયા હતાં. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) કબજે કર્યા પછી ભાજપ (BJP) વિધાનસભા તરફ આગળ વધી રહ્યું હતું. જો કે એકલા હાથે ભાજપનો ગજ વાગે તેમ ન્હોતો એટલે ચીમનભાઈ પટેલ (Chimanbhai Patel) ના જનતાદલ (Janata Dal) (ગુજરાત) સાથે ગઠબંધન કરી તેઓ સાથે ચૂંટણી લડ્યા હતાં અને પહેલી વખત ભાજપ-જનતાદલની સંયુક્ત સરકાર થઈ હતી. ભાજપ તો લતીફ (Latif) અને મુસ્લિમો માટે ધિક્કાર ફેલાવી સરકારમાં આવી હતી. પણ ચીમનભાઈ પટેલના જનતાદલને તો હિન્દુઓ સાથે મુસ્લિમોની પણ જરૂર હતી, તેના કારણે ચીમનભાઈ પટેલ (Chimanbhai Patel) ની સરકારમાં પણ લતીફ (Latif)સાથે ઘરોબો હોય તેવા અનેક નેતાઓ સરકાર અને સંગઠનમાં બેઠા હતાં. ચીમનભાઈ પટેલ (Chimanbhai Patel) પણ કોંગ્રેસે દોહરાવેલી ભુલ તરફ આગળ જઈ રહ્યા હતાં. કેન્દ્રમાં વી. પી. સિંહ (V.P.Singh) ની સરકાર હતી જેને ભાજપે ટેકો આપ્યો હતો.
1990માં લાલકૃષ્ણ અડવાણી (LK Advani) એ સોમનાથ-અયોધ્યા રામયાત્રા (Somnath-Ayodhya Ram Yatra) કાઢી હતી, પણ લાલકૃષ્ણ (LK Advani) ની ધરપકડ થતાં ભાજપે કેન્દ્ર અને ગુજરાતમાં આપેલો ટેકો પાછો ખેચી લીધો હતો. જેના કારણે ચીમનભાઈ પટેલે પોતાની સરકાર ટકાવી રાખવા કોંગ્રેસનો સાથ લીધો હતો. જેના કારણે ફરી વખત લતીફની રાજકિય તાકાતમાં વધારો થયો હતો અને તે બેફામ થઈ ગયો હતો. સત્તાની બહાર નિકળી ફરી ભાજપે હિન્દુત્વ અને લતીફનો મુદ્દો ઉછાળવાની શરૂઆત કરી હતી. લતીફ (Latif) ગેંગના એક સભ્યને ત્યાં દરિયાપુરામાં લગ્ન હતા. તેમાં હાજરી આપવા માટે ચીમનભાઈ પટેલ (Chimanbhai Patel) ની સરકારના એક કદાવર મંત્રી આવ્યા હતાં. ત્યારે મંત્રી અને પોલીસ હાજર હોવા છતાં લતીફના ખાસ રસુલપાટીએ લગ્ન મંડપમાં એ કે 56 રાયફલથી ગોળીબાર કરી મંડપમાં ડિઝાઈન બનાવી હતી. પોલીસ અને મંત્રી બંન્ને રસુલની કારીગરી ઉપર આફરીન હતાં. ત્યાર બાદ આ મંત્રી સાથે લતીફ (Latif) ગેંગના સભ્યોએ ફોટાઓ પડાવ્યા હતાં.
જો કે કોંગ્રેસના બધા જ નેતાઓ લતીફ (Latif)સાથે ન હતાં. લતીફનો સૌથી વધારે વિરોધ તો કાલુપુર (Kalupur) માં રહેતા કોંગ્રેસના સાંસદ રઉફવલીઉલ્લાહ (MP Raufwaliullah) જ કરતા હતાં. તેઓ માનતા હતાં કે લતીફ (Latif) સામે ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ પણ નિર્દોષ મુસ્લિમોને દંડવા જોઈએ નહીં. ચીમનભાઈ પટેલ (Chimanbhai Patel) ની સરકારમાં કોંગ્રેસનું જોડાણ થયું હોવાને કારણે ગૃહ વિભાગના કેબીનેટ મંત્રી તરીકે કોંગ્રેસના સી. ડી. પટેલ (C. D. Patel) હતા, તેમને પણ લતીફ (Latif) સામે ભારે નારાજગી હતી. તેમણે મનોમન લતીફ (Latif) ના સામ્રાજ્યને ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો.
(ક્રમશ:)
PART – 12 | લતીફ શરીફખાનને અમદાવાદ કમિશનર કરતા વધુ પગાર ચૂકવતો હતો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.








