Wednesday, July 8, 2026
HomeNationalરામ મંદિરના ₹125 કરોડના ખર્ચની થશે તપાસ, SITની રડારમાં પ્રાણ પ્રતિષ્ઠા ખર્ચ

રામ મંદિરના ₹125 કરોડના ખર્ચની થશે તપાસ, SITની રડારમાં પ્રાણ પ્રતિષ્ઠા ખર્ચ

- Advertisement -

Ram Mandir scam: અયોધ્યાના રામ મંદિર (Ram Mandir)માં ચઢાવાની ચોરીના કેસની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ (SIT)એ હવે તપાસનો વ્યાપ વધારવાનો નિર્ણય લીધો છે. ચઢાવાની હેરાફેરીની તપાસ સાથે હવે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં કરવામાં આવેલા અંદાજે રૂ. 125 કરોડના ખર્ચની પણ તપાસ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ SIT હવે રામ મંદિર ટ્રસ્ટના ખર્ચના હિસાબની ચકાસણી કરશે. તેમાં ખાસ કરીને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, મહાકુંભ અને ધ્વજારોહણ જેવા કાર્યક્રમોમાં થયેલા ખર્ચની વિગતવાર તપાસ કરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા રજૂ કરાયેલા ખર્ચના હિસાબ, ઓડિટ રિપોર્ટ અને અન્ય દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવશે.

- Advertisement -

તપાસમાં સૌથી વધુ ધ્યાન 22 જાન્યુઆરી, 2024ના રોજ યોજાયેલી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પર રહેશે. આ કાર્યક્રમમાં અંદાજે 8 હજાર મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેના આયોજન પાછળ રૂ. 113 કરોડનો ખર્ચ થયો હોવાનું જણાવાયું છે. તેમાં ટેન્ટ સિટી ઉભી કરવાથી લઈને અન્ય વિવિધ વ્યવસ્થાઓ પર થયેલા ખર્ચની પણ તપાસ થશે.

ટ્રસ્ટની ઓડિટ રિપોર્ટ મુજબ ટેન્ટ અને શામિયાના પાછળ અંદાજે રૂ. 36 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અક્ષત પૂજનના આયોજન માટે આશરે રૂ. 31 કરોડ ખર્ચાયા હતા, જ્યારે પોસ્ટર, બેનર અને પ્રચાર-પ્રસાર પાછળ લગભગ રૂ. 21 કરોડ ખર્ચ થયો હતો. સજાવટ માટે અંદાજે રૂ. 15 કરોડ અને ભોજન વ્યવસ્થા માટે આશરે રૂ. 5 કરોડ ખર્ચાયા હોવાનું ઓડિટ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. બાકીની રકમ પૂજા-પાઠ, રાગ સેવા, સાઉન્ડ સિસ્ટમ સહિતની અન્ય વ્યવસ્થાઓમાં ખર્ચવામાં આવી હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠાના વર્ષગાંઠ કાર્યક્રમમાં અંદાજે રૂ. 83 લાખનો ખર્ચ થયો હતો. મહાકુંભ દરમિયાન ભીડને ધ્યાનમાં રાખીને વધારાના રૂ. 43 લાખ ખર્ચાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ધ્વજારોહણ કાર્યક્રમ માટે અંદાજે રૂ. 10 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું પણ તપાસના દાયરામાં સામેલ છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે રામ મંદિર ટ્રસ્ટમાંથી ચંપત રાય (Champat Rai) અને અનિલ મિશ્રા (Anil Mishra) રાજીનામું આપી ચૂક્યા છે. કૃષ્ણ મોહન (Krishna Mohan)ને ટ્રસ્ટના મહાસચિવ તરીકે કામચલાઉ જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ 7 જૂને ચઢાવાની ચોરીનો મામલો સામે આવ્યા બાદ નોટોની ગણતરીમાં હેરાફેરીના આરોપસર અનુકલ્પ મિશ્રા (Anukalp Mishra), અવિનાશ શુક્લા (Avinash Shukla), લવકુશ (Lavkush) સહિત અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular