મિલન ઠક્કર.નવજીવન: તમે ક્યારેય વિચાર્યું છે કે, ચાર મહિના સુધી તમારે નોકરીએ જવાનું, તમને સોંપાયેલું કામ પૂરું કરવાનું પણ પગારના નામે તો મીંડું જ મળે. દસ-દસ, વર્ષથી એક જ જગ્યાએ, એક જ હોદ્દા પર કામ કરવાનું પણ નોકરીનું કાંઈ જ નક્કી નહીં. રોજ એ ભયમાં જીવવાનું કે, નોકરી ગમે ત્યારે જતી રહેશે. ટૂંકમાં “Job security” બિલકુલ નહીં.
આવી જ હાલત છે અમદાવાદના બોપલ-ઘુમા વોર્ડમાં કામ કરતાં સફાઈ કામદારોની. જેની અનેક વાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેથી છેલ્લા છ દિવસથી મહિલા અને બાળકો સહિત લગભગ 300 જેટલા સફાઈકર્મી બોડકદેવ ખાતે આવેલી કોર્પોરેશનની ઓફિસમાં ત્રીજા માળે ધરણા કરી રહ્યાં હતાં. તેઓને સોમવારની મોડી રાત્રે પોલીસે બહાર કાઢીને આંદોલન સમેટાવ્યું છે.
આ મુદ્દાનું નિરાકરણ તો તંત્ર જ લાવી શકે. આપણી વાત કરીએ તો… આપણે એ વિચાર ક્યારેય નથી કરતાં કે, જો છ દિવસ સફાઈ કામદાર ન આવે તો આપણી, સોસાયટી, ફ્લેટની દશા શું થશે? આપણી ઓફિસ કે દુકાનની બહાર કેવી ગંદકી હશે? આપણે બગીચા, સિનેમાહૉલ કે મોલમાં જઈએ છીએ એ કેવા બની જશે? આપણે જે રસ્તે રોજ નીકળીએ છીએ એ રસ્તા કેવા થઈ જશે?
આપણામાંથી ઘણાને તો કદાચ પોતાની સોસાયટીમાં સફાઈ કરતા કર્મચારીનું નામ પણ ખબર નહીં હોય! જો કોરોના કાળ વખતે અને ચોમાસામાં આ લોકોએ શહેરની ગંદકી સાફ ન કરી હોત તો શું થાત? કેટલા શહેરીજનો બીમાર પડ્યા હોત! કદાચ આપણે પણ!
શહેરમાં એવું માનવા વાળો પણ એક વર્ગ છે કે, “દેશની બોર્ડર પર રહેલા સૈનિકનું જેટલું મહત્ત્વ છે, આંતરિક સુરક્ષાની જવાબદારી નિભાવતા પોલીસ દળનું જેટલું મહત્ત્વ છે. એટલું જ મહત્ત્વ સફાઈ કર્મીઓનું પણ છે.” આમાંથી કોઈનું પણ કામ એકબીજાથી ઓછું કે વધારે મહત્ત્વનું નથી.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









