પ્રશાંત દયાળ (ભાગ-9 દીવાલ): યુનુસ Yunus અને યુસુફ Yusuf હાથમાં રહેલા કાગળો જોવા લાગ્યા. યુસુફ Yusuf ને ગુજરાતી Gujarati વાચતાં પણ આવડતુ હતું, કાગળો ગુજરાતી Gujarati માં હતા. યુસુફ Yusuf કાગળો ધ્યાનથી ઝડપભેર વાંચી ગયો. તેને કંઈ સમજાયુ નહીં, કાગળોમાં શુ લખ્યુ છે તે સાંભળવા યુનુસ Yunus ધ્યાનથી યુસુફ Yusuf સામે જોઈ રહ્યો હતો. કાગળો ઉપર નજર કરી લીધા બાદ કાગળો યુનુસ Yunus ને બતાવતા પ્રશ્ન કર્યો, મેજર શુ કરવા માગે છે મને તો કંઈ સમજાતુ નથી. જો કે હજી યુનુસ Yunus ને કાગળમાં શુ લખ્યુ તેની જ ખબર ન્હોતી એટલે યુસુફે Yunus ફોડ પાડતા કહ્યુ, ઈન્દીરા ગાંધી ઓપન યુનિવર્સિટી Indira Gandhi Open University ના અભ્યાસક્રમના કાગળો છે. મહંમદ Muhammad ખરેખર શુ વિચારી રહ્યો છે તેની મને તો ખબર જ પડતી નથી. યુનુસ Yunus યુસુફ Yusuf ની સામે જોઈ રહ્યો હતો પણ તેના મનમાં બીજા જ વિચાર ચાલી રહ્યા હતા. મહંમદ Muhammad ને તે વર્ષોથી ઓળખતો હતો.
તેને ખબર હતી કે જ્યારે યુનુસ Yunus વિચારવાનું બંધ કરે ત્યાંથી મહંમદ Muhammad વિચારવાનું શરૂ કરતો હતો. હજી યુનુસ Yunus સમજી શકતો ન્હોતો કે મહંમદે Muhammad ભણવાનો વિચાર કેમ કર્યો હતો, તે વ્યવસાયે વકીલ Advocate હતો. હવે પછી તે શુ ભણવા માગતો હતો મહંમદ Muhammad સિવાય બીજા કોઈને ક્યારેય ભણવાનો વિચાર આવ્યો ન્હોતો તો પછી મહંમદે Muhammad જેલર સામે અમે બધા ભણવા માગીએ છીએ કેમ કહ્યુ હતું. યુસુફ Yusuf રાહ જોઈ ઉભો હતો કે યુનુસ Yunus કઈ ફોડ પાડે પણ તે વિચારમાં જ હતો. તેના કારણે યુસુફ Yusuf ના એક હાથમાં કાગળો હતા એટલે તેણે બીજા હાથે યુનુસ Yunus ને ખભાથી હલાવી મુકતા પુછ્યુ ભાઈ કંઈક તો બોલ શુ ચાલી રહ્યુ મને કઈ કહે તો ખરો…
યુનુસ Yunus એક સફાળો થઈ વિચારોમાંથી પાછો ફર્યો તેણે યુસુફ Yusuf નો હાથ પકડ્યો અને જાણે તેના વિચારોની પણ આજુબાજુ કોઈને ખબર પડી નથી તેની ખાતરી કરવા માટે 4 તરફ નજર ફેરવી અને યુસુફને એક તરફ વોર્ડના ખુણા તરફ લઈ ગયો. જેના કારણે યુસુફ Yusuf ની કુતુહલતામાં વધારો થયો. ખુણામાં ગયા પછી ફરી યુનુસે ચારે તરફ નજર ફેરવતા કહ્યુ જો સાંભળ બટકે મહંમદે Muhammad ભણવાની યોજના બનાવી હશે તો કંઈક તેની યોજના હશે. મહંમદ Muhammad ને હું સારી રીતે ઓળખુ છું, તે ભલે ઓછુ બોલતો હોય પણ આપણા કરતા વધારે અને દુર સુધીનું તે વિચારી શકે છે. હવે આપણે ભણવાનું છે, મને ખબર નથી કે શુ કામ ભણવાનું છે અને જેલ Jail માં ભણી આપણે ક્યા હવે નોકરી કરવા જવાના છીએ, પણ મહંમદ Muhammad કહે તેમ આપણે બધાએ કરવાનું છે. તુ, ચાંદ-દાનીશ Chand-Danis, અબુ Abu, રીયાઝ Riaz અને પરવેઝ Pervez સાથે વાત કરી લેજે.
કોઈ મહંમદ Muhammad ને આવુ કેમ કરી રહ્યો છે તેવા સવાલ પુછતાં નહીં અને પુછશો તો તે તમને જવાબ આપશે પણ નહીં. તેના કારણે તે જે કહે આપણે કરવાનું છે, કંઈક સારૂ થવાનું જ હશે તેમ કહેતા યુનુસે Yunus આકાશ તરફ જોયુ અને અલ્લાહનો આભાર માન્યો. જો કે યુસુફ Yusuf ના માથા ઉપરથી બધી વાતો પસાર થઈ ગઈ હતી છતાં તેની પાસે અત્યારે યુસુફ Yusuf ની વાત ઉપર ભરોસો કરવા સિવાય કોઈ વિકલ્પ જ ન્હોતો. થોડીવાર સુધી યુનુસ Yunus અને યુસુફ Yusuf એકબીજા સાથે વાત કર્યા વગર એકદમ શાંત ઉભા રહ્યા. જાણે તેઓ વિચાર શુન્ય થઈ ગયા હોય તેવી તેમની દશા હતી ત્યારે એકદમ પરવેઝ લંગડો બેરેક Barracks ની બહાર આવ્યો, તેણે જોયુ કે યુનુસ Yunus અને યુસુફ Yusuf વોર્ડમાં એક ખુણામાં ઉભા છે એટલે તે થોડીવાર ઉભો રહ્યો કે તેમનું ધ્યાન પોતાની તરફ પડે પણ તેવુ થયુ નહીં. એટલે ઝડપથી બેરેક Barracks ના ઉંચા ઓટલાના 3 પગથીયા ઉતરી તેમની પાસે ગયો પણ ત્યાં સુધી તેમને ખબર ના પડી કે પરવેઝ આવી ગયો. પરવેઝે 2 ના ખભા ઉપર હાથ મુકતા કહ્યુ ક્યા હુવા કોઈ પ્રોબ્લેમ હૈ.
પરવેઝ Pervez નો પ્રશ્ન સાંભળી યુસુફ Yusuf ને મસ્તી સુઝી તેણે કહ્યુ આજુબાજુ જોઈ કોઈ સાંભળતુ નથી તેવો ડોળ કરી પરવેઝ Pervez ના કાન પાસે મોઢુ લાવી કહ્યું એક મોટો પ્રોબ્લેમ છે. મને તો ખબર જ પડતી નથી આપણે શું કરીશું? તરત પરવેઝ Pervez ના ચહેરા ઉપર ચિંતાનો ભાવ દોડી આવ્યા, તેણે શુ થયુ છે તે સમજવા પોતાનું તમામ ધ્યાન યુસુફ Yusuf તરફ ફેરવ્યુ. યુસુફ Yusuf ને તેના હાથમાં કાગળ મુકતા કહ્યુ જો હવે આપણે ફરજીયાત ભણવુ પડશે તેવુ જેલવાળા કહે છે.
પહેલા તો પરવેઝે Pervez કાગળો હાથમાં લીધા પણ જેવુ ખબર પડી કે ભણવાના કાગળો છે તો જાણે સળગતો અંગારો પકડી લીધો હોય તેમ તરત કાગળો પાછા યુસુફ Yusuf ના હાથમાં મુકતા કહ્યુ અરે ભાઈ મે કોઈ પઢાઈ કરને વાલા નહીં, સુપ્રીટેન્ડન્ટના બાપ બોલેગા તો ભી નહીં. યુનુસ Yunus એકદમ હસવા લાગ્યો તેને જોઈ યુસુફ Yusuf પણ હસી પડ્યો. પરવેઝ Pervez સમજી ગયો કે તેઓ તેને મુર્ખ બનાવી રહ્યા છે, તેના ચહેરા ઉપર હવે ખીન્નતા આવી. જો કે તરત યુનુસે પરવેઝ Pervez ના ખભા ઉપર હાથ મુકતા કહ્યુ, પરિક્ષામાં પાસ થવુ જરૂરી નથી પણ ભણવુ જરૂરી છે. જેલવાળા સાહેબ નહીં પણ મહંમદ Muhammad ની ઈચ્છા છે કે આપણે ભણવાનું છે એટલે આપણે ભણવાનું છે.
પરવેઝ Pervez યુનુસ Yunus સામે જોઈ રહ્યો, યુનુસે વધુ સારી રીતે ફોડ પાડતા કહ્યુ આપણને જેલ Jail માં 8 વર્ષ થઈ ગયા. હજી જેલ Jail માં આપણી ટ્રાયલ પણ શરૂ થઈ નથી. ટ્રાયલ ક્યારે શરૂ થશે, ફાંસીની સજાનો હુકમ ક્યારે થશે? ફાંસી શબ્દ સાંભળતા પરવેઝ Pervez અને યુસુફ Yusuf ના શરીરમાંથી જાણે કરંટ પસાર થઈ ગયો હોય તેવુ લાગ્યુ. યુનુસે Yunus પોતાની વાત આગળ વધારતા કહ્યુ, અને ફાંસીના હુકમ બાદ ફાંસી ક્યારે થશે તેની પણ ખબર નથી તો મહંમદે Muhammad ભણવાનો નિર્ણય કર્યો છે તેના કારણો હશે. આપણે કંઈ વિચાર કરવાનો નથી આપણા બધાનો વિચાર મહંમદ Muhammad કરશે. પરવેઝ Pervez પણ કંઈ સમજ્યો નહીં તે પણ માત્ર સાંભળતો હતો. ત્યારે સવારના 10 થવા આવ્યા હતા. જમવાનું આવી ગયુ બધા પોતાની થાળીમાં જમવાનું લેવા કતારમાં ઉભા રહી ગયા, મહંમદ Muhammad પણ હતો.
યુનુસ Yunus નું ધ્યાન મહંમદ Muhammad ના ચહેરા તરફ હતુ, તેના ચહેરા ઉપર એક પ્રકારની પ્રસન્નતા હતી પણ તે પ્રયત્ન કરી રહ્યો હતો તેની અંદરની ખુશીની જાણ કોઈને થાય નહીં. બધા રોજ પ્રમાણે બેરેક Barracks માં કુંડાળુ કરી જમવા બેઠા હતા. મંહમદ Muhammad ચુપચાપ થાળી સામે જોઈ જમી રહ્યો હતો. બાકીના એક પછી એક મહંમદ Muhammad સામે જોતા હતા પણ તેનું ધ્યાન કોઈ તરફ ન્હોતુ. મહંમદ Muhammad નું ધ્યાન બાજુમાં જમી રહેલા ચાંદ તરફ ગયુ. તેણે રોટલીનો ટુકડો તોડ્યો હતો પણ તે રોટલીનો ટુકડો દાળમાં ડબોળી બહાર કાઢતો અને ફરી દાળમાં ડુબાડતો હતો. આવુ તેણે 2-3 વખત કર્યુ મહંમદે Muhammad ચાંદના પગ ઉપર હાથ મુકતા અચાનક ચાંદે ઉપર જોયુ અને દાળમાં ડુબાડેલો રોટલીનો ટુકડો ઉપાડી કોળીયો પોતાના મોંઢામાં મુક્યો. મહંમદે Muhammad કંઈ પુછ્યુ ન્હોતુ પણ તેના ચહેરાનો ભાવ ચાંદને પુછી રહ્યા હતા કે શુ કરે છે. મહંમદ Muhammad હસવા લાગ્યો ચાંદના ચહેરા ઉપર થોડીક રાહત આવી. મહંમદ Muhammad ભાગ્યે જ હસતો, મહંમદના ચહેરા ઉપર હાસ્ય જોઈ બધાના ચહેરા ઉપર હાસ્ય આવ્યુ હતું. આ તકનો લાભ લેતા યુનુસે કહ્યુ મહંમદ Muhammad બધાના મનમાં એક પ્રશ્ન છે, તેમ કહી તેણે બધા સામે જોયુ મહંમદ Muhammad ની નજર થાળીમાં રહેલા શાક તરફ હતી, પણ જેવુ યુનુસે કહ્યુ તેની સાથે તેણે પોતાની ડોક નીચે રાખી માત્ર નજર યુનુસ Yunus તરફ ઉંચી કરી. યુનુસ Yunus જાણે બીજા વતી જ પ્રશ્ન પુછી રહ્યો હોય તેવા ભાવ સાથે કહ્યુ આપણે જેલ Jail માં શુ કામ ભણવુ જોઈએ? યુનુસની વાત સાંભળતા મહંમદે Muhammad હાથમાં રહેલો કોળી પાછો પોતાની થાળીમાં મુક્યો, બધાને લાગ્યુ કે મહંમદ Muhammad નારાજ થઈ ગયો. બધાએ પોતાના કોળીયાવાળા હાથ નીચે કરી દીધો. મહંમદે Muhammad બધાની સામે જોયુ અને તેણે બોલવા માટે પોતાના હોઠ ખોલ્યા…
(ક્રમશ:)
PART – 8 | જેલમા CCTV તો હતા પણ સ્ક્રિન તરફ જોવાની કોઇને ફુરસદ ન્હોતી
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









