Ram Mandir Donation Theft: સુપ્રીમ કોર્ટ સોમવારે 13 જુલાઈએ અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Mandir) દાન ચોરી અને કૌભાંડ મામલાના આરોપથી જોડાયેલી સ્વતંત્ર તપાસની માગ વાળી અરજીઓ પર સુનાવણી કરશે. લાઈવ લૉના રિપોર્ટ મુજબ ભારતના મુખ્ય ન્યાયાધિશ સીજેઆઈ સૂર્ય કાંત, જસ્ટીસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટીસ વી. મોહનાની બેંચ તેના પર સુનાવણી કરશે.
આ મામલામાં ત્રણ પ્રમુખ અરજીઓ દાખલ કરવામાં આવી છે. પહેલી અરજી નરેન્દ્ર કુમાર ગોસ્વામી (Narendra Kumar Goswami)ની છે, જેમાં માગ કરવામાં આવી છે કે અયોધ્યા રામ મંદિરનું સંચાલન કરનારા ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ (Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust)ના કામકાજ અને નાણાકીય વ્યવહારોની તપાસ સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન) દ્વારા કરવામાં આવે. સાથે જ કેગ (Comptroller and Auditor General of India) દ્વારા તેનું ઓડિટ પણ કરવામાં આવે.
બીજી અરજી છે અજય કુમાર રાય અને દિનેશ કુમાર યાદવની જેમાં પણ સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માગ કરવામાં આવી છે.
ત્યાં, રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) સાંસદ સુધાકર સિંહની ત્રીજી અરજી છે જેમાં કૌભાંડને જોતા મંદિર ટ્રસ્ટના પુરા નાણાકિય કામકાજોનું ફોરેન્સિક ઓડિટ કરાવા અને સુપ્રીમ કોર્ટની દેખરેખમાં સીબીઆઈ તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે.
સુધાકર સિંહની જાહેરહીત અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસેથી એ નિર્દેશ આપવાની પણ માગ કરવામાં આવી છે કે પુરાવાઓ સાથે કોઈપણ પ્રકારની છેડછાડને રોકવા માટે નાણાકિય રેકોર્ડ, જેમાં સ્થાવર દસ્તાવેજ, ડિજિટલ લેઝર, યુપીઆઈ ટ્રાંઝેક્શન લોકો અને બેંક સ્ટેટમેંટ શામેલ છે, તેને સુરક્ષિત રાખવામાં આવે.
આ સાથે જ એ પણ માગ કરવામાં આવી છે કે, તપાસ પુરી થવા સુધી ટ્રસ્ટના ફંડનો ઉપગોગ, મોટા કોન્ટાક્ટ આપવા, ત્રીજા પક્ષના અધિકાર બનાવવા, ટ્રસ્ટની સંપત્તિઓનું હસ્તાંતરણ, ઈન્વેસ્ટમેન્ટ કે અન્ય મહત્વપૂર્ણ નાણાકીય પ્રતિબદ્ધતાઓ સાથે જોડાયેલા કોઈ પણ નાણાકીય કે એડમીન ડીસીઝન કોર્ટની દેખરેખ વાળી સમિતિની મંજુરી વગર ના કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે મંદિર દાન ચોરી કાંડની બે સમાંતર તપાસ ચાલી રરી છે. એક ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બનાવાયેલી ત્રણ સભ્યોની ખાસ તપાસ દળ એટલે કે SIT દ્વારા અને બીજી તપાસ ઉત્તર પ્રદેશ પોલીસ કરી રહી છે.
આ કેસમાં અત્યાર સુધી 8 લોકોની ધરપકડ થઈ ચુકી છે. 29 જૂનએ એક સ્થાનિક અદાલતે તમામ આઠ આરોપીઓને 14 દિવસની જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.
SIT એ અવિનાશ શુક્લાને આ મામલામાં મુખ્ય આરોપી બતાવ્યો છે. તમને ખ્યાલ હશે કે આ પહેલા સુપ્રીમ કોર્ટે ફરિયાદ દાખલ કરવા અને આ મામલાની કોર્ટની દેખરેખમાં તપાસ કરવા વાળી અરજી પર તુરંત સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.








