Sunday, October 13, 2024
HomeSeriesDeewal Seriesઆવુ ક્યારેય થયુ ન્હોતું મહંમદને એક વિચાર આવ્યો તેની સાથે તેના હ્રદયના...

આવુ ક્યારેય થયુ ન્હોતું મહંમદને એક વિચાર આવ્યો તેની સાથે તેના હ્રદયના ધબકાર વધી ગયા

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ 10-દીવાલ): મહંમદે Muhammad જમતી વખતે પોતાના સાથીઓને જે વાત કરી ત્યારે લગભગ બધાનું જમવાનું થંભી ગયુ હતું. તેમને ક્યારેય આવો વિચાર સુધ્ધા આવ્યો જ ન્હોતો. જમ્યા પછી કોઈક બેરેક Barracks માં હતા તો કોઈક વોર્ડમાં આવી બેસી ગયા હતા. થોડીવાર પછી બપોરની બંદી થવની હતી કારણ બપોરના 12 થવા આવ્યા હતા પણ જાણે સમય થંભી ગયો તેમ બધાના વિચાર સ્તબ્ધ થઈ ગયા હતા. સૌથી વધુ મુંઝવણ યુસુફ Yusuf અને પરવેઝ Pervez ની હતી. તેમને લાગી રહ્યુ હતું કે મહંમદ Muhammad કહેતો નથી પણ તે બધુ તેમના કારણે તે કરી રહ્યો છે. જેલમાં 8 વર્ષમાં તેમને ક્યારેય આવો વિચાર ન્હોતો પણ મહંમદને તે વિચાર આવ્યો હતો. જો કે હજી મહંમદે Muhammad પુરી વાત કરી ન્હોતી, તેણે પોતાની ટેવ પ્રમાણે વાતને અધુરી જ છોડી દીધી હતી. છતાં તેની અધુરી વાતે હ્રદયના ધબકારા વધારી દીધા હતા. જો મહંમદે Muhammad કહ્યુ તેવુ ના થાય તો શુ થશે તેવો સરખો વિચાર તો બધાના મનમાં એક સાથે ચાલી રહ્યો હતો. યુસુફ Yusuf અને પરવેઝ Pervez વોર્ડના લીમડાના ઝાડ નીચે એકલા બેઠા હતા. થોડી થોડી વારે તેઓ એકબીજાની સામે જોઈ રહ્યા હતા, તેઓ એકબીજાને કંઈક કહેવા માગતા હતા પણ તેમના હોઠ ખુલતા અને બંધ થઈ જતા હતા.



તેમને ઘણુ બોલવુ હતું પણ જાણે તેમના શબ્દો ખલાસ થઈ ગયા હતા. તેમને ત્યાં બેસી સમયનો અંદાજ જ રહ્યો નહીં. બપોરના 12 વાગ્યા, વોર્ડને બુમ પાડી ત્યારે તેઓ એકદમ ઉભા થઈ ગયા, વોર્ડને ગણતરી કરી બધા કેદીઓ Prisoners ને 1 પછી બેરેક Barracks માં મુકી બેરેક Barracks ના લોંખડી દરવાજાને તાળુ મારી દીધુ હતું. આવુ તો છેલ્લાં 8 વર્ષથી થતુ હતું. આ પહેલા કોઈ દિવસ તેમને માઠુ લાગતુ ન્હોતુ પણ મહંમદ Muhammad ની વાત પછી પહેલી વખત વોર્ડન ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. યુસુફ Yusuf ને લાગ્યુ તાળુ મારી રહેલા વોર્ડનને એક ફેંટ મારી જમીન ઉપર પાડી દઉ અને જેલ Jail માંથી ભાગી નિકળીએ. જો કે બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે માત્ર બેરેક Barracks માંથી બહાર નિકળી તે ભાગી શકતો નથી કારણ કે જેલ Jail ની ઉંચી દિવાલો Deewal, તેની ઉપર વીજ વાયરો અને દિવાલો Deewal ની પાછળ પણ સશસ્ત્ર જવાનો સુરક્ષામાં તૈનાત રહેતા હતા, તે જયારે પહેલી વખત જેલ Jail માં આવ્યો ત્યારે તેણે જેલ Jail ની બહારનો પહેરો પણ જોયો હતો.

યુસુફ Yusuf પોતાની જગ્યા ઉપર જતો રહ્યો હતો. બધા જ શાંત હતા, કોઈક આડા પડ્યા હતા તો કોઈક દુરદર્શન Television ના કાર્યક્રમો જોઈ રહ્યા હતા. યુસુફે TV સામે જોયુ તો લોકસભા LokSabha માં ચાલી રહેલી ધમાલના સમાચાર ટીવી News TV ઉપર આવી રહ્યા હતા. તેણે મહંમદ Muhammad સામે જોયુ, મહંમદ Muhammad કંઈક લખી રહ્યો હતો, યુસુફ Yusuf નું ધ્યાન તેની તરફ જતા તે એકદમ ચમકી ગયો, તેને લાગ્યુ કે હવે મહંમદ Muhammad નવો કોઈ નિર્ણય કરે નહીં, તે ઉભો થયો અને મહંમદ Muhammad પાસે ગયો. તેણે જોયુ તો મહંમદ Muhammad પોતાના મરોડદાર અક્ષરોથી એક ફોર્મ ભરી રહ્યો હતો. બાજુમાં અચાનક આવી ઉભા રહેલા યુસુફ Yusuf ને કારણે મહંમદનું ધ્યાન તેની તરફ ગયુ, તે જમીન ઉપર બેસી ફોર્મ ભરી રહ્યો હતો. તેણે પોતાની ડોકી ફેરવી અને નજર યુસુફ Yusuf તરફ ફેરવી, તેના ચહેરા ઉપર એક સ્મિત આવ્યુ, તેણે યુસુફ Yusuf સામે જોઈ ધીમા અવાજે કહ્યુ મેં એમએ વીથ ઈગ્લીશ MA with English કરના ચાહતા હું, મેરે ફોર્મ મેં આજ ભર દુગાં આપ સભી ભી અપના ફોર્મ ભર દેના. યુસુફ Yusuf તરત કહેવા માગતો હતો, મેજર રહેવા દો આ બધુ કંઈ કરવાની જરૂર નથી, તેના હોઠ સુધી આવેલા શબ્દો અટકી ગયા, કારણ મહંમદ Muhammad નો પ્રભાવ જ એવો હતો કે તેની વાત કોઈ ઉથાપી શકતુ ન્હોતુ. તે કઈ બોલ્યો નહીં, મહંમદ Muhammad ફરી પોતાના ફોર્મને ભરવામાં મુશગુલ થઈ ગયો. યુસુફ Yusuf ત્યાં જ ઉભો રહ્યો અને થોડીવાર પછી પોતાની જગ્યા ઉપર ગયો અને તેણે પણ પોતાના થેલામાં રહેલુ ફોર્મ જે મહંમદે Muhammad આપ્યુ હતું તે કાઢ્યુ, તેની તરફ 1 વખત નજર કરી અને તે પણ ફોર્મ ભરવા લાગ્યો. જો કે આટલા વર્ષો પછી પહેલી વખત તેણે લખવા માટે પેન ઉપાડી હતી જેના કારણે તેને પોતાનું ફોર્મ ભરવા માટે પુરા 2 કલાક લાગ્યા હતા.



યુસુફ Yusuf નું ફોર્મ ભરવાનું પુરૂ થયુ, ત્યારે તેને લાગ્યુ કે જાણે તેણે પહેલી વખત કોઈ મહેનતનું કામ કર્યુ છે. તેનું માથુ ભારે થઈ ગયું કદાચ તેને લખવાની આદત જ જતી રહી હતી. આમ પણ તેના પિતા તેને ભણાવવા માગતા હતા પણ તેને તો ભણવાનું ગમ્યુ જ ન્હોતુ જેના કારણે ભણવાનું છોડી તેણે પિતાની સાયકલની દુકાન Cycle Shop ઉપર કામ શરૂ કરી દીધુ હતું. તેને સ્વપ્નમાં પણ અંદાજ ન્હોતો કે તેને નહીં ગમતુ ભણવાનું કામ તેને જેલ Jail માં કરવુ પડશે. છતાં મહંમદ Muhammad ને તે ના પાડી શક્યો નહીં. મહંમદ Muhammad નું નામ યાદ આવતા તેણે મહંમદ Muhammad સામે જોયુ તો તે પોતાનું ફોર્મ ભરી ઘસઘસાટ ઉંઘી રહ્યો હતો. બેરેક Barracks માં કેદીઓ Prisoners ની વાતો અને ટીવી TV ના અવાજ વચ્ચે પણ મહંમદ Muhammad ને ઉંઘ લાગી ગઈ હતી. યુસુફે Yusuf બીજા સાથી કેદીઓ Prisoners સામે જોયુ તો પરવેઝ Pervez , ચાંદ-દાનીશ Chand-Danish, અબુ રીયાઝ Abu Riaz, અને યુનુશ Yunus પણ ફોર્મ ભરી રહ્યા હતા. યુસુફ Yusuf ને મનમા હસવુ આવ્યુ કારણ મહંમદ Muhammad સિવાય કોઈને ભણવામાં રસ ન્હોતો. બધાને મહંમદ Muhammad ની વાત ઉપર ગુસ્સો આવ્યો હતો પણ કોઈનામાં પણ મહંમદ Muhammad ને ના પાડવાની હિમંત ન્હોતી.

- Advertisement -

મહંમદ Muhammad શુ કામ આવુ કરી રહી રહ્યો છે અને તેની પુરી યોજના શુ હતી તેણે તેનો ફોડ જ પાડ્યો ન્હોતો, છતાં યુસુફનું હ્રદય એકદમ ધબકવા લાગતુ હતું તેને મનમાં ઉંડે ઉંડે ડર પણ લાગી રહ્યો હતો ક્યાંક નવી ઉપાધીનો સામનો કરવો પડે નહીં. યુસુફ Yusuf વિચારમાં હતો ત્યારે જ ચાવીઓના જુમખાનો અવાજ આવ્યો તેણે બેરેક Barracks ના લોંખડી દરવાજા તરફ જોયુ તો સીપાઈ ચાવીઓ લઈ બેરેક Barracks ખોલી રહ્યો હતો, તેનો અર્થ બપોરના 3 વાગી ગયા હતા અને બપોરની બંદી ખુલી હતી. હજી મહંમદ Muhammad સુઈ રહ્યો હતો, યુસુફ Yusuf તેની પાસે ગયો તેની પાસે ઉભડક પગે બેઠો અને તેના ખભા ઉપર હાથ મુકતા તે એકદમ જાગી ગયો, તેણે યુસુફ Yusuf સામે જોયુ અને પછી તરત બેરેક Barracks નો દરવાજો ખુલ્યો કે નહીં તેની ખાતરી કરવા માટે દરવાજા તરફ નજર કરી અને જાણે કંઈક ઉતાવળમાં હોય તેમ ઉભો થઈ ગયો જાણે તેને ક્યાંક જવાનું હોય.

(ક્રમશ:)

PART – 9 | યુનુસને મસ્તી સુઝી તેને પરવેઝના કાનમા કહ્યુ એક મોટો પ્રોબ્લેમ છે

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular