નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદ આર.ટી.ઓ.માં (Ahmeabad RTO News) ભ્રષ્ટાચારને ડામવા અને આર.ટી.ઓ.ના કામમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે આજથી બોડી વોર્ન કેમેરા (Body Worn Camera) ફરજિયાત કરવામાં આવ્યા છે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદના (Ahmedabad) 3 આર.ટીઓ.ને 25થી વધુ બોડી વોર્ન કેમેરાની ફાળવણી કરવામાં આવી છે. આજથી આર.ટી.ઓ.ના ઈન્સ્પકેટરે આઠ કલાક સુધી બોડી વોર્ન કેમેરા લગાવીને રાખવા પડશે. આ કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ કામગીરી પર સીધી નજર રાખશે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના ત્રણ આર.ટી.ઓ.માં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 25થી વધુ બોડી વોર્ન કેમેરાની ફાળવળી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં 350થી વધુ કેમેરા ફાળવવામાં આવ્યા છે. આર.ટી.ઓ. કચેરીમાં ફરજ બજાવતા વિવિધ ઈન્સ્પેક્ટરોને આ બોડી વોર્ન કેમેરા ફરજ દરમિયાન 8 કલાક લગાવવાના રહેશે. ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક, ડી.એ., ચેકિંગ અને વાહન ફિટનેસમાં ફરજ બજાવતા તમામ આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર્સને આજથી ફરજિયાન બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવાનો રહેશે.
આ કેમેરાથી 180 ડિગ્રી એંગલથી વીડિયો રેકોર્ડિંગ થશે. આ કેમેરામાં કર્મચારીનો વીડિયો અને ઓડિયો રેકોર્ડ થશે. આર.ટી.ઓ. ઈન્સ્પેકટરએ ફરજ બાદ કેમેરાને ઓફિસમાં જમા કરવાનો રહેશે. કચેરીના કારકૂને 64 જી.બી.ના મેમરી કાર્ડમાંથી ડેટા વિભાગના સર્વરમાં કરીને ડેટા વગરનો કેમેરો તૈયાર રાખવો પડશે. આ કેમેરાની અંદાજિત કિંમત રૂપિયા 25 હજાર જેટલી છે. જેમાં જી.પી.એસ. અને જી.પી.આર.એસ. દ્વારા કંટ્રોલ રૂમ સાથે લિંક કરી શકાય છે. જેથી કેમેરાનું રેકોર્ડિંગ અધિકારીઓ કોઈપણ સમયે ઓનલાઈન જોઈ શકશે.
TAG: Ahmedabad RTO News Today
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








