Wednesday, July 22, 2026
HomeGeneralઅમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થશે, જાણો રિવરફ્રન્ટ પર કેટલા...

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થશે, જાણો રિવરફ્રન્ટ પર કેટલા પ્રોજેક્ટની જાહેરાત થઈ અને પાણીમાં બેસી ગયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વિદેશોમાં પાણીમાં ચાલતી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હવે અમદાવાદમાં પણ જોવા મળશે. અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને ક્રૂઝ લાવવાની રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટે શરૂ થતાં રિવરફ્રન્ટ પર આવતા લોકોનેમનોરંજન માટે એક વધુ નજરાણું મળશે.

AMCએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટની બંને સાઈડ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને રિવર ક્રૂઝની જોગવાઈ, જાળવણી, સંચાલન અને વ્યવસ્થાપન માટે રિકવેસ્ટ ફોર પ્રોપોઝલ પ્રકાશિત કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ માટે રુચિ ધરાવતી સંસ્થાઓ પાસેથી વિવિધ બિડ પ્રાપ્ત થઈ હતી. ફ્લોટિંગ રેસ્ટોરન્ટના ટેન્ડર 5 પક્ષકારે ભર્યા હતા. જેમાં અમદાવાદની અક્ષર ટ્રાવેલ્સ કંપની વાર્ષિક લાઈસન્સ ફી વધારે ચૂકવવાની તૈયારી બતાવતા આ કામગીરી તેમને સોંપવા નિર્ણય કરવામાં છે. કંપનીને 2 ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રૂઝ તૈયાર કરવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ક્રૂઝ તૈયાર 8 મહિના જેટલો સમય લાગશે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે છેલ્લાં 10 વર્ષમાં 4 વખત જાહેરાત કરવામાં આવી છે. પહેલાં 2012માં, ત્યારબાદ 2019માં અને 2021માં આ પ્રોજેક્ટ માટેની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે આ પ્રોજેકટની 4થી વખત જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે પ્રોજેકટ શરૂ થશે કે માત્ર કાગળ પર જ રહી જશે.

અમદાવાદના રિવરફ્રન્ટ પર અગાઉ શરૂ કરાયેલા અને જાહેરાત કરાયેલા પ્રોજેકટ હજી પણ માત્ર કાગળ પર જ રહી ગયા છે. PM નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે રિવરફ્રન્ટથી સી-પ્લેનનું ઉદ્ઘાટન કર્યું હતું. સી-પ્લેનને મેન્ટન્સ માટે મોકલવામાં આવતા એક મહિનામાં જ સર્વિસ ઠપ થઈ ગઈ હતી. ત્યારબાદ દર એક બે મહિનામાં મેન્ટન્સ માટે માલદિવ મોકલવામાં આવતું હતું. સી-પ્લેન છેલ્લે મેન્ટન્સમાં ગયા પછી પાછું પરત જ નથી પડ્યું. સી-પ્લેન વગર એરડ્રોમ અને જેટી ધૂળ ખાઈ રહ્યું છે. તંત્ર દ્વારા ફરી સી-પ્લેન શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ હવે ક્યારે શરૂ થશે તે જોવાનું રહ્યું.

અમદાવાદ રિવરફ્રન્ટ બન્યાની શરૂઆતમાં સ્કાય ઝીપલાઇન એડવેન્ચર શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ એડવેન્ચરને ફિક્કો પ્રતિસાદ મળ્યો હતો. રોજ અંદાજિત 15થી 25 લોકો આ રાઈડનો આનંદ લેતા હતા. આ રાઈડ દરમિયાન એક વ્યક્તિ નદીની વચ્ચે અટવાઈ જતાં ઝીપલાઇનને બંધ કરવામાં આવી હતી. જે હજી સુધી ચાલુ થઈ નથી. હાલ જીપ લાઇનના દોરડા પણ કાઢી લેવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ તૈયાર થયા સૌ પ્રથમ લંડન આઈ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હતી. આ પ્રોજેકટનો ફિઝિબિલિટી રિપોર્ટ યોગ્ય ન આવ્યો હોવાના કારણે કાગળ પર જ રહી ગયો હતો. લંડન આઈ બાદ AMCએ મૂવિંગ ટાવરની જાહેરાત કરી હતી. મૂવિંગ ટાવર પરથી આખું અમદાવાદ જોવા મળી શકે તેમ હતું. પરંતુ આ પ્રોજેકટ પણ શરૂ ન થયો. રિવરફ્રન્ટ ખાતે એમ્ફિબિયસ બસ શરૂ કરવાની જાહેર કરવામાં આવી હતી. આ એમ્ફિબિયસ બસ પાણી પર અને રોડ પર દોડે તેવી હતી. પરંતુ સાબરમતી નદીનું પાણી વહેતું ન હોવાના કારણે અને તેમાં ઓક્સિજનની માત્રા ઓછી હોવાના કારણે આ પ્રોજેકટ પણ પાણીમાં બેસી ગયો હતો. ત્યારે અહી સવાલ એ થાય કે શું તંત્ર દ્વારા કોઈ પ્રોજેટની જાહેર કરતાં પહેલા તેના અંગે કોઈ અભિપ્રાય કે વિચારણા કરવામાં આવતી હશે કે કેમ?.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular