નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે. મોટા ભાગે સગીરો ટુવ્હિલર વાહનો લઈને શાળાએ જતાં થયા છે. ત્યારે આજથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવા જઇ રહી છે. જેમાં અંડરએજ વાહન ચાલકો અને ડાર્ક ફિલ્મવાળા વાહનો લઈ નિકળનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં આજથી ટફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ થઈ રહી છે. જેના ભાગ રૂપે તમામ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી શહેરના અલગ-અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરશે. આજથી શરૂ થનારી ટ્રાફિક ડ્રાઈવમાં અંડરએજ વાહન ચાલકો સ્કૂલ અને કોલેજમાંથી પકડાવાની શક્યતા વર્તાઇ રહી છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને અંડરએજ વાહન ચાલકોને પકડવા માટે સ્કૂલ અને કોલેજ બહાર ઊભા રહીને ચેકિંગ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં આજથી શરૂ થનારી ટ્રાફિક ડ્રાઈવમાં ડાર્ક ફિલ્મવાળા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ગરમીની મૌસમ હોવાના કારણે મોટાભાગના લોકો કારમાં ACની ઠંડી હવા ખાવા માટે ડાર્ક ફિલ્મ લગાવતા હોય છે. શહેરમાં મોટા ભાગે ડાર્ક ફિલ્મનો ઉપયોગ પોલીસકર્મીઓ તેમની પ્રાઈવેટ કારમાં કરતાં હોય છે તેમ છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. ટ્રાફિક ડ્રાઈવમાં સગીર વાહનચાલક લાઇસન્સ વગર ટુ વ્હીલર હાકતા ઝડપાશે તો 2 હજાર દંડ વસૂલવામાં આવશે. જ્યારે ટુ વ્હીલર કરતાં મોટું વાહન હાકતા ઝડપાશે તો રૂ.3 હજાર દંડ વસૂલવામાં આવશે. જ્યારે પહેલી વખત ડાર્ક ફિલ્મ લગાવેલી કાર ઝડપાશે તો 500 રૂપિયા અને બીજી વખત ઝડપાશે તો 1 હજારનો દંડ ફટકારવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











