Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadકાલુપુરમાં જૂનું મકાન ધરાશાયી થતા ત્રણ દટાયા, બે વ્યક્તિઓને બાચાવાયા એકનું રેસ્કયૂ...

કાલુપુરમાં જૂનું મકાન ધરાશાયી થતા ત્રણ દટાયા, બે વ્યક્તિઓને બાચાવાયા એકનું રેસ્કયૂ ઓપરેશન જારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) ચોમાસાની સિઝન શરૂ થતાં જ મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ચોમાસાની શરૂઆત પહેલા જ અમદાવાદનાં કાલુપુર (Kalupur) વિસતારમાં એક મકાન ધરાશાયી (House Collapse) થતા ત્રણ વ્યક્તિઓ દટાયા હોવાની ઘટના સામે આવી છે. સ્વામીનારાયણ મંદિરની પાછળ એક જૂનું મકાન ધરાશાયી થતાં ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા હતા. બૂમાબૂમ થતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બે ગંભીર રીતે ઈજાગ્રસ્તોને કાટમાળ નીચેથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે આસરવાની સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ખસેડવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ હજુ કાટમાળ નીચે ફસાયેલો હોવાથી આ મામલે સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફસાયેલા વ્યક્તિનું રેસ્કયૂ ઓપરેશન (Fire team Rescue) શરૂ કર્યું છે. અમદાવાદમાં ચોમાસાની સિઝન દરમિયાન અવાર-નવાર પૂર્વ અમદાવાદનાં કેટલાક વિસ્તારમાં મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. તંત્ર દ્વારા પણ જર્જરિત મકાનો ઉતારી લેવા લોકોને નોટિસ પાઠવવામાં આવતી હોય છે. તેમ છતાં અમુક લોકો બેદરકારી દાખવે છે, જેના કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ સામે આવતી હોય છે.

પ્રાપ્ત વિગતો મુજબ, કાલુપુરા સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલા નવા વાસ ખાતે 3 વાગ્યાના અરસામાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ લોકો મકાનના કાટમાળ નીચે દટાયા હતા. અચાનક જોરદાર આવાજ આવતા આજુબાજુના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બે લોકો જેમાં એક મહિલા અને એક પુરુષ કાટમાળ નીચે દાટાયેલા હતા, તેમને સ્થાનિકો દ્વારા તાત્કાલિક બહાર કાઢી 108 એબ્મયુલેન્સ મારફતે સારવાર માટે અસારવા હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા, જોકે એક વ્યક્તિ હજુ કાટમાળ નીચે દટાયેલો હોવાથી લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દાટયેલા વ્યક્તિનું રેસ્કયૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

- Advertisement -

હાલ આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ મૃત્યુના સમાચાર સામે આવ્યા નથી. મકાન ધરાશાયી થતાં સ્થાનિકોમાં પણ ફફડાટ ફેલાયો છે. જોકે આ પ્રકારની ઘટના અમદાવાદમાં કંઈ નવી નથી, દર વર્ષે ચોમાસામાં મકાન ધરાશાયી થતા લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. મહત્વનું છે કે પૂર્વ અમદાવાદનાં કેટલાક વિસ્તારમાં વર્ષો જૂનો મકાનો આવેલા છે. જેની હાલત ખૂબ જ દયનીય થઈ ચૂકી છે, તેમ છતાં લોકો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે. જેના કારેણ સમયસર સમારકામ ન કરતા આ પ્રકારને મકાન ધરાશાયીની ઘટના સામે આવતા હોય છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular