Wednesday, September 9, 2026
HomeGujarat'જીણા વાળી કોંગ્રેસ નામશેષ થઈ જશે'- વિધાનસભામાં વંદે માતરમ મુદ્દે વિવાદ, ઇમરાન...

‘જીણા વાળી કોંગ્રેસ નામશેષ થઈ જશે’- વિધાનસભામાં વંદે માતરમ મુદ્દે વિવાદ, ઇમરાન ખેડાવાલાના વર્તન પર ભાજપના આકરા પ્રહાર

- Advertisement -

Gujarat Assembly Imran Khedavala Controversy on Vandematram: ગુજરાત વિધાનસભા ગૃહમાં વંદે માતરમ ગીત દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના વર્તનને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. આ મુદ્દે ભાજપ ગુજરાતના મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલે આકરી પ્રતિક્રિયા આપતા ઇમરાન ખેડાવાલાના વિધાનસભા ગૃહમાં થયેલા વર્તન અને ત્યારબાદના તેમના વક્તવ્યને અત્યંત નિંદનીય, ગંભીર અને ગેરકાયદે ગણાવ્યું છે.

ડો. અનિલ પટેલે જણાવ્યું કે વિધાનસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી દેશના બંધારણ અને તેની મર્યાદાઓ પ્રત્યે સમર્પિત હોવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે ઇમરાન ખેડાવાલાએ વંદે માતરમ ગીતનું અપમાન કર્યું છે અને ગુજરાતની જનતા આ ઘટનાને સહન નહીં કરે. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસને આવનારા સમયમાં જનતા આ પ્રકારના વર્તનનો જોરદાર જવાબ આપશે.

- Advertisement -

ભાજપના મુખ્ય પ્રવક્તાએ કોંગ્રેસના ઘટતા રાજકીય પ્રભાવનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગુજરાત અને દેશમાં કોંગ્રેસના પ્રતિનિધિઓની સંખ્યા પહેલેથી જ મર્યાદિત છે અને આ પ્રકારના વર્તનના કારણે પાર્ટી વધુ નબળી પડી શકે છે. તેમણે રાહુલ ગાંધી પર પણ નિશાન સાધતા કહ્યું કે એક તરફ તેઓ બંધારણની વાત કરે છે, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિધાનસભા ગૃહમાં સંસદે પસાર કરેલા કાયદા અને નિયમોનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આરોપ છે.

ડો. અનિલ પટેલે કોંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે વંદે માતરમના ઇતિહાસ અને સ્વતંત્રતા પૂર્વેની રાજકીય ઘટનાઓનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસની ભૂતકાળની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે તુષ્ટિકરણની રાજનીતિને કારણે વંદે માતરમના સંપૂર્ણ ગાનને બદલે માત્ર બે કડીઓ સુધી મર્યાદિત રાખવાની પરંપરાને પ્રોત્સાહન આપ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે ઇન્ડી ગઠબંધનના અન્ય નેતાઓ અને પક્ષો પણ વંદે માતરમના સન્માનનો વિરોધ કરતા નથી. તેમ છતાં કોંગ્રેસના ધારાસભ્યના આ વર્તનને લઈને વિધાનસભાના અધ્યક્ષે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ તેમણે માંગ કરી હતી.

- Advertisement -

ડો. અનિલ પટેલે કહ્યું કે આ મુદ્દો કોઈ વ્યક્તિગત વિવાદ નથી, પરંતુ દેશ, રાષ્ટ્રીય ભાવના અને બંધારણ સાથે જોડાયેલો ગંભીર મામલો છે. ઇમરાન ખેડાવાલાએ આપેલું સ્પષ્ટીકરણ પણ ગંભીર હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે કોંગ્રેસ પાર્ટી સામે પણ સવાલ ઉઠાવતા કહ્યું કે જો અન્ય કોંગ્રેસના ધારાસભ્યો વંદે માતરમ ગીત દરમિયાન ઊભા રહ્યા હોય, તો કોંગ્રેસે ઇમરાન ખેડાવાલાના વર્તન સામે સ્પષ્ટ વલણ અપનાવવું જોઈએ અને તેમની પાસેથી રાજીનામું માંગવું જોઈએ. આ એ જ રાહુલ ગાંધી છે જે બંધારણની ચોપડી લઈને ફરે છે અને તેમના નેતા વંદેમાતરમનું અપમાન કરે છે. કોંગ્રેસમાં જિણાનો આત્મા ઘૂસી ગયો છે. 21મી સદીની માઓવાદી મુસ્લિમ લીગ બની ગઈ હોય તેવું લાગે છે. તેમણે કહ્યું કે આજે પણ કેરલમમાં વંદે માતરમની ટુંકી પંક્તિઓ પણ ગવાતી નથી.

ઈમરાન ખેડાવાલા ચૂંટાયેલા પ્રતિનિધિ છે પણ તેમનું વર્તન અને વકતવ્ય નિંદનિય છે અને ગેરકાનુની છે. તેમની જવાબદારી દેશના બંધારણને સમર્પિત હોય છે. જે રીતે તેમણે વંદે માતરમનું અપમાન કર્યું છે તેને ગુજરાતની જનતા માફ નહીં કરે. આવનારા સમયમાં જનતા તેનો જવાબ આપશે. દેશમાં અને ગુજરાતમાં ગણ્યા ગાંઠ્યા કોંગ્રેસના પ્રતિનિધિઓ છે અને મને લાગે છે કે આ પ્રકારના વર્તનના કારણે આવનારા સમયમાં આ જીણા વાળી કોંગ્રેસ નામસેશ થઈ જશે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular