Wednesday, September 9, 2026
HomeGujaratAhmedabadવિધાનસભા સત્રમાં 'વંદે માતરમ' વખતે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની હરકતથી વિવાદ, આવતીકાલ...

વિધાનસભા સત્રમાં ‘વંદે માતરમ’ વખતે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની હરકતથી વિવાદ, આવતીકાલ સુધી ગૃહ મુલતવી

- Advertisement -

MLA Imran Khedawala Vande Matram Controversy : કોંગ્રેસના સોનિયા ગાંધી (Sonia Gandhi) બાદ અમદાવાદના કોંગી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલ ‘વંદે માતરમ’ ગીતને લઈને વિવાદમાં આવ્યા છે. ‘વંદે માતરમ’ ગાન વખતે ઇમરાન ખેડાવાલા બેસી જતા વિવાદ સર્જાયો છે. ભારતીય જનતા પાર્ટીએ ઇમરાન ખેડાવાલાની હરકતને રાષ્ટ્રગીતનું અપમાન (National Song Insult) ગણાવી કોંગ્રેસ પાસે ખુલાસો માગ્યો છે. આ મામલે ખેડાવાલાએ કહ્યું છે કે, ખુદાની ઈબાદતનો હુકમ હોવાથી તેઓ જરૂરી કડીઓ પૂરતા ઊભા રહ્યા અને પછી બેસી ગયા.

ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) માં આજથી ચોમાસું સત્રનો આરંભ થયો છે. સંસદથી લઈને ગુજરાત વિધાનસભા સુધી એવી પ્રણાલી રહી છે કે, સત્રનો પ્રારંભ ‘વંદે માતરમ’ ગાનથી કરવામાં આવે છે. ભાજપે લગાવેલા આરોપ અનુસાર, સત્રના આરંભમાં ‘વંદે માતરમ’ ગાનની ધૂન વાગી ત્યારે જમાલપુર-ખાડીયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા (Imran Khedawala) પોતાના સ્થાનેથી ઊભા થયા અને તુરંત બેસી ગયા હતા. આ ઘટનાને ભાજપે રાષ્ટ્રગાનનું અપમાન ગણાવી કોંગ્રેસ પક્ષ પાસે તેનો જવાબ માગ્યો છે.

- Advertisement -

BJP એ કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માગી છે કે, ‘વંદે માતરમ’ વખતે બેસી જવું એ ઇમરાન ખેડાવાલાનું વ્યક્તિગત વલણ છે કે પછી પાર્ટીનું સ્ટેન્ડ છે?. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ તુરંત દેશની માફી માગવી જોઈએ તેવી ભાજપે માગ કરી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular