નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવાનો યુવાનોમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે, પરન્ન્તું આ ટ્રેન્ડ ફોલો કરવામાં યુવાનો ઘણી વખત ભાન ભૂલી જતાં હોય છે અને કાયદો અને વાવસ્થાને અવગણીને એવું કામ કરે છે કે પછી તેમને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વારો આવે છે. આવી જ એક ઘટના અમદાવાદનાં (Ahmedabad) દાણીલીમડા વિસ્તારમાંથી સામે આવી છે. જેમાં એક યુવાન તીક્ષ્ણ હથિયાર વડે કેક કાપે છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (Video Viral) થતાં તેને કાયદાનું ભાન કરાવવા પોલીસે (Ahmedabad Police) આ યુવકની અટકાયત કરી છે.
મળતી માહિતી મુજબ, દાણીલીમડા સર્વલન્સ સ્કોડની ટીમ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે, અયાન બાબા નામના યુવાને પોતાના જન્મદિવસે દાણીલીમડા ગામમાં પોતાના ઘર પાસે જાહેરમાં છરી વડે કેક કાપી રોલો પાડવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. હથિયાર સાથેનો આ વિડીયો વાયરલ થતાં દાણીલીમડા પોલીસની ટીમ એક્શનમાં આવી હતી અને આરોપી અયાન બાબાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો. પોલીસને આરોપી પાસેથી એક છરી મળી આવી છે.
આરોપીએ સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા અને આસપાસમાં ભયનો માહોલ ઉભો થાય તેવી રીતે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. જેને લઇ દાણલીમડામાં પોલીસે કાયદો હાથમાં લેતાં અયાન બાબાને કાયદાનું ભાન કરાવ્યું હતું.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








