પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આપણે ત્યાં કામ પુરૂ થાય પછી જેમણે આપણુ કામ કર્યુ તેમનો આભાર માનવાની પ્રથા બહુ ઓછી છે. તેમાં પણ ખાખી કપડામાં રહેલી પોલીસ કોઈનો આભાર માને તે માનવુ જ મુશ્કેલ છે કારણ કાયમ તમામ સાથે સત્તાવાહી અવાજમાં વાત કરનાર નાનો પોલીસ કર્મચારી હોય કે અધિકારી હોય કેવી રીતે કોઈને સન્માનીત કરી શકે તેવો પ્રશ્ન થવો સ્વભાવીક છે પરંતુ વર્તમાન ડોહળાયેલા વાતાવરણમાં અમદાવાદમાં નિકળનારી 145મી રથયાત્રા સુખરુપ પાર પડે તેની ચિંતા રાજયના ગૃહ વિભાગ અને અમદાવાદ પોલીસને પણ હતી. રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસે રથાયાત્રાના બંદોબસ્તમાં પોલીસ સહિત સ્થાનિકોને પણ સામેલ કરવાનો એક નવો પ્રયોગ કર્યો અને તેનું ચમત્કારિક પરિણામ પણ મળ્યુ. શહેરના સંવેદનશીલ એવા કારંજ અને શાહપુરના જે સ્થાનિકોએ યાત્રાની કામગીરીમાં સહયોગ આપ્યો તેમનો આભાર માની તેમને સન્માનીત કરવાનો એક કાર્યક્રમ સોમવારના રોજ યોજાઈ ગયો હતો.

પોલીસ અધિકારી માટે સૌથી વધુ ચિંતાનો વિષય હતો શહેરના સંવેદનશીલ વિસ્તારમાં યાત્રા પ્રવેશે ત્યારે સૌથી વધુ માનસીક તનાવ પોલીસને ઉભો થાય છે. શહેરના શાહપુર અને કારંજ વિસ્તાર જેમના તાબામાં આવે છે તેના ડેપ્યુટી પોલીસ કમિશનર જયદીપસિંહ જાડેજાના બંદોબસ્તના કાર્યવાહી દરમિયાન ધ્યાન આવ્યુ કે સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ આ પ્રકારના પ્રસંગે શાંતિ સમિતિનો સભ્યોનો મદદ લે છે. પરંતુ શાંતિ સમિતિના સભ્યોમાં યુવાનોને કોઈ સ્થાન હોતુ નથી. ડીસીપી જયદીપસિંહે પહેલી વખત સમગ્ર કાર્યવાહીમાં યુવાનોને સામેલ કરવાનો નિર્ણય કર્યો શાહપુર અને કારંજ વિસ્તારના હિન્દુ મુસ્લિમ યુવક યુવતીઓની યુથ કમિટી બનાવવાનો નિર્ણય કર્યો.
ડીસીપી જાડેજાની યોજના હતી કારંજ અને શાહપુર વિસ્તારમાંથી હિન્દુ મુસ્લિમ મળી સો-સો યુવક યુવતી મળી જાય તો યાત્રા પહેલા સર્વેલન્સ અને યાત્રા વખતે સ્થાનિક વિસ્તારમાં પોલીસને સહયોગ મળી રહે. પરંતુ જયારે સ્થાનિક યુવાનો સાથે યુથ કમિટી બનાવવાની વાત કરી તો પોલીસની અપેક્ષા બહારનો પ્રતિભાવ મળ્યો બંન્ને વિસ્તારમાં મળી પાંચસો કરતા વધુ હિન્દુ મુસ્લિમ યુવાનો પોલીસને મદદે આવવા તૈયાર થયા. આ યુથ કમિટીનો પોલીસે બખુબી ઉપયોગ કર્યો અને જે વિસ્તારમાં સૌથી વધારે ચિંતા હતી તે વિસ્તારમાંથી યાત્રા માત્ર શાંતિપુર્ણ રીતે નહીં પણ ઉલ્હાસ સાથે પસાર થઈ આમ શહેરની ચિંતામાં યુવાનોને સામેલ કરવાનો આ પહેલો પ્રયોગ હતો.

રથયાત્રા પુર્ણ થયા બાદ ડીસીપી જયદીપસિંહ જાડેજાઆ તમામ યુવાનો સહિત જેટલા પણ સ્થાનિકોએ પોલીસને સહયોગ આપ્યો તેમને સન્માનીત કરવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદની રાયફલ કલબમાં યોજવામાં આવેલા ખાસ કાર્યક્રમમાં અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આવ્યા અને તેમણે લોકોનો આભાર માનતા કહ્યુ તમારા જ કારણે આ શકય બન્યુ છે. જયદીપસિંહ જાડેજાએ કહ્યુ જે યુવાનો અમારી મદદે આવ્યા તેમની સંભાળ લેવાની જવાબદારી હવે અમારી છે. તેમના શિક્ષણ સહિતના જે કઈ પ્રશ્નો હશે તેમાં સહયોગ આપવાનો જરૂર પ્રયત્ન કરીશુ, આ કાર્યક્રમનો વીડિયો જુવો.
અમદાવાદ: પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાણો કેમ આ લોકોનો આભાર માન્યો અને કર્યું સન્માન #Ahmedabad #ahmedabadrathyatra #ahmedabadpolice pic.twitter.com/V1jGFN318G
— Navajivan News (@NavajivanNews) July 5, 2022