Thursday, April 16, 2026
HomeGujaratGandhinagarGujarat Police ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ NDPS કેસની તપાસ શીખવાડશે

Gujarat Police ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ NDPS કેસની તપાસ શીખવાડશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : રાજ્યમાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા ગુજરાત પોલીસે ‘NARIT AI’ (Narcotics Analysis & RAG-based Investigation Tool) નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ લોન્ચ કર્યું છે. Gujarat Police હવે આ AI Tool ની મદદથી નાર્કોટિક્સ કેસની તપાસ કરશે. આ પહેલનો હેતુ નાર્કોટિક્સ સંબંધિત તપાસને અસરકારક બનાવવાનો છે અને કોર્ટમાં ટ્રાયલ દરમિયાન કેસને મજબૂત બનાવી આરોપીઓને સજા અપાવવાનો છે. અત્રે નોંધનીય છે કે, ભારતમાં કોઈપણ રાજ્ય પોલીસ અથવા તપાસ એજન્સી દ્વારા ઉપયોગમાં લેવાતું આ પ્રથમ પ્રકારનું AI આધારિત ટૂલ છે.

નાર્કોટિક્સના કેસની તપાસ પ્રક્રિયા ખૂબ જ જટિલ છે અને મોટાભાગના પોલીસ અધિકારીઓને NDPS Case ની તપાસ આવડતી નથી. અમદાવાદ, સુરત સહિતના રાજ્યભરમાં નાર્કોટિક્સના કેસમાં ફરિયાદ નોંધાવાથી લઈને તપાસ કેવી રીતે કરવી તેની તાલીમ અપાઈ ચૂકી છે. કેટલાંક કિસ્સાઓમાં તો એજન્સીના અધિકારીઓને એનડીપીએસ કેસમાં મદદ કરવા માટે પોલીસ સ્ટેશન સુધી લાંબા થવું પડે છે.

- Advertisement -

NDPS કાનૂની માળખા હેઠળના જટિલ નાર્કોટિક્સ કેસોને હેન્ડલ કરવામાં તપાસ કરનાર અધિકારી અને એજન્સીને મદદરૂપ થાય તેવી રીતે આ ટૂલને બનાવવામાં આવ્યું છે. આ ટૂલ દરેક કેસ સંદર્ભે કાનૂની જોગવાઈઓ, કાયદા અને તપાસ પ્રક્રિયાઓને એકઠી કરીને તપાસ અધિકારીઓને રિયલ-ટાઈમ વિશ્લેષણ કરી કાનૂની સલાહ પણ આપે છે. ઇન્ચાર્જ ડીજીપી કે. એલ. એન. રાવ (Dr. K Laxmi Narayan Rao) અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત (Anupam Singh Gahlaut) ના માર્ગદર્શન હેઠળ આ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે પોલીસ, વડોદરાના પોલીસ અધિક્ષક અભય સોની (Abhay Soni) દ્વારા મુંબઈ સ્થિત AI સ્ટાર્ટઅપના સહયોગથી ટૂલ વિકસાવવામાં આવ્યું છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi DyCM) એ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય ડ્રગ્સ સબંધિત ગૂનાઓને નેસ્તનાબૂદ કરવા માટે મક્કમ છે. આ સમગ્ર નેટવર્ક તોડી પાડવા માટે જે કંઇ પણ કરવું પડે તે માટે કટિબદ્ધ છીએ. ડ્રગ્સ સંબંધિત ગુનાઓની અસરકારક તપાસ થાય અને આરોપીઓ સામે અસરકારક કાનુની ગાળિયો બંધાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરી છે અને ટેકનૉલોજીની મદદથી આ કાર્ય વધુ મજબૂત બનશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular