જયંત દાફડા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદમાં પતિ પત્ની ઓર વોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમીને પામવા માટે પોતાના પતિની હત્યા કરાવી દીધી હતી. હત્યા પણ એવી રીતે કારવી કે કોઈને તેની પત્ની પર શંકા ન થાય. પતિનું દશ દિવસ અગાઉ હિટ એન્ડ રન એક્સિડેન્ટ થતાં મોત નીપજયું હતું. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝીણવટ પૂર્વક તપાસ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.
માહિતી અનુસાર, અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા શૈલેષ પ્રજાપતિનું ગત 24 જૂનના રોજ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ વસ્ત્રાલ પાસે આવેલા હુન્ડાઇના શોરૂમ પાસે અકસ્માત થયો હતો. શૈલેષ ચાલતો રસ્તા પર જઇ રહ્યો હતો તે દરમિયાન પાછળથી ફૂલ સ્પીડમાં આવી રહેલી સફેદ કલરની પીકપ ડાલુએ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શૈલેષ પ્રજાપતિનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો હતો.
અકસ્માતના બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરતા અસ્કમાત સમયે રોડ પર કોઈ અવર જવર જણાઈ ન હતી જેથી આ અકસ્માત ઈરાદાપૂર્વક કર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું હતું. ત્યારે આજે ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સટેબલ રાકેશસિંહ રામવીરસિંહને માહિતી મળી હતી કે, દશ દિવસ પહેલા વસ્ત્રાલમાં બનેલા અકસ્માત મરણ પામનાર શૈલેષની પત્ની શારદા ઉર્ફે સ્વાતી તેના પ્રેમી નિતિન કાનજીભાઈ પ્રજાપતિ સાથે છેલ્લા ઘણા સમયથી આડા સંબંધ છે.
પ્રેમ પ્રકરણના શારદાના પતિ શૈલેષ પ્રજાપતિ નડતરૂપ હોવાથી તેનો કાંટો કાઢી નાખવા માટે યાસીન ઉર્ફે કણીયો (રહે. પુજારીની ચાલી ગોમતીપુર)ને 10 લાખમાં સોપારી આપી એક્સીડન્ટ કરાવી ખૂન કરાવ્યું હતું. માહિતીના આધારે પોલીસ સબ ઈન્સપેક્ટર જી.આર.ભરવાડ અને તેમના સ્ટાફના માણસોએ તપાસ કરતા શારદા અને તેનો પ્રેમી નિતીન પ્રજાપતિ રીલાયન્સ પેટ્રાલ પંપ વસ્ત્રાલ પાસેથી મળી આવ્યા હતા.
પોલીસે બંનેની પુછપરછ કરતા સામે આવ્યું હતુ કે, છેલ્લા બે વર્ષથી તેમના વચ્ચે પ્રેમ સબંધ હતો. શારદાના પતિને બે વર્ષ અગાઉ તેની પત્નીના આડા સંબંધ અંગેની જાણ થઈ ગઈ હતી. જેના કારણે પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હતો. પતિને પ્રેમ પ્રકરણની જાણ થઈ જતા શારદા તેના પ્રેમીને મળી શકતી ન હતી. બંને એકબીજાના પ્રેમમાં એટલા બંધાય ગયા હતા કે તેઓ એકબીજા વગર રહી શકતા ન હતા. ઉપરાંત પતિ તેમના પ્રેમ સંબંધમાં અડચણ રૂપ બનતો હતો. જેથી પતિનો કાંટો કાઢી નાખવા માટે બંને છેલ્લા છ મહિનાથી નક્કી કર્યું હતું પરંતુ શૈલેષને મારી શક્યા ન હતા.
શૈલેષ પ્રજાપતિ નિયમિત સવારે છ વાગે મોર્નિંગ વોક માટે નીકળતો હોવાથી તેનો લાભ લઈને તેને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન આધારે નિતીન તેના ઓળખીતા યાસીનને દોઢેક માસ પહેલા શૈલેષનું એક્સિડન્ટ કરી મારી નાખવા માટે 10 લાખની સોપારી આપી હતી. નીતિનએ તેની કારમાં બેસાડીને લઈ જઈને યાસીનને તેના પ્રેમીના પતિનું ઘર, ફોટો અને મોર્નિંગ વોકનો રસ્તો બતાવો હતો.
પ્લાનિંગ મુજબ ગત 24 જૂને સવારે છથી સાડા છ વાગ્યાની આસપાસ યાસીનએ પિકપ ડાલાથી શૈલેષ પ્રજાપતિને હુન્ડાઈ શોરૂમ પાસે પાછળથી આવીને ટક્કર મારીને મારી નાખ્યો હતો. યાસીનએ આ ગુનામાં અન્ય બે માણસોની સંડોવાયેલા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. શારદાનો પ્રેમી અને તેનો પતિ એક જ ગામના વતની હતા. જેના કારણે એકબીજાના ઘરે આવવા જવાના સબંધો હતા. જેથી નિતીન શારદાના સંપર્કમાં આવ્યો હતો અને બંને વચ્ચે પ્રેમપ્રકરણ શરૂ થયું હતું. ઉપરાંત શારદાના પતિ શૈલેષએ છેલ્લા બે વર્ષથી નિતીનને પોતાના જમીન લે વેચના ધંધામાં ભાગીદાર બનાવ્યો હતો, જેથી કોઈ રોકટોક વગર શૈલેષના ઘરે આવતો જતો હતો. પોલીસે શારદા અને તેના પ્રેમી નિતીનને ઝડપી IPC કલમ 279,337,338,304 અને એમ.વી એક્ટ કલમ 177,184,134(બી) મુજબ ગુનો દાખલ કરીને અમદાવાદ ટ્રાફિક આઈ પોલીસ સ્ટેશનને સોંપયા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.