Monday, June 8, 2026
HomeGujaratAhmedabadકુહાડીના ઘા મારીને બેવડી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા ફરમાવનારી સેશન્સ કોર્ટનો...

કુહાડીના ઘા મારીને બેવડી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા ફરમાવનારી સેશન્સ કોર્ટનો હુકમ હાઇકોર્ટે રદ કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદમાં વર્ષ 2017માં પ્રેમ સંબંધને લઈને પ્રેમિકાના પતિ અને સાસુની હત્યા કરવાના આરોપસર (Double Murder) આરોપી બળદેવ ઠાકોરને થયેલી ફાંસીની સજાનો હુકમ હાઇકોર્ટે (Gujarat High Court) રદ કરી આરોપીને નિર્દોષ છોડ્યો છે. હાઇકોર્ટે આરોપીને નિર્દોષ છોડતા નોંધ્યું હતું કે, આ કેસ સંપૂર્ણપણે સંજોગોવશાત પુરાવા પર આધારિત હતો.

કુહાડીના ઘા મારી બેવડી હત્યા કરવાના કેસમાં અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે (City Sessions Court Ahmedabad) સપ્ટેમ્બર, 2024માં આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. જેની સામે આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે સેશન્સ કોર્ટનો હુકમ રદ કરીને આરોપીને નિર્દોષ છોડ્યો છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, કેસમાં મહત્વના સાક્ષીઓ હતા તેઓ કોર્ટમાં પોતાની જુબાનીથી ફરી ગયા હતા. પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ CCTV Footage પુરાવા તરીકે ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી, કારણ કે તેની સાથે કાયદા મુજબનું જરૂરી 65Bનું સર્ટિફિકેટ (Certificate of 65B) જોડવામાં આવ્યું નહોતું. હથિયારોની રિકવરી અને ગુનાના સ્થળનું પંચનામું કાયદાકીય રીતે સાબિત કરી શકાયું નથી. તપાસ અધિકારી આરોપીએ પોલીસ કસ્ટડીમાં આપેલું નિવેદન કોર્ટમાં સાબિત કરી શક્યા નથી. આરોપીના મૃતકની પત્ની સાથેના સંબંધો કે હત્યા પાછળનો હેતુ સાબિત કરવા માટે પણ પૂરતા પુરાવા મળ્યા નથી.

- Advertisement -

હાઇકોર્ટે જણાવ્યું છે કે, માત્ર શંકાના આધારે કોઈને સજા આપી શકાય નહીં. પ્રોસિક્યુશન આરોપી વિરુદ્ધનો ગુનો નિઃશંકપણે સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે, તેથી સેશન્સ કોર્ટનો ફાંસીની સજાનો હુકમ રદ કરવામાં આવે છે અને આરોપીને તુરંત જેલમુક્ત કરવાનો આદેશ અપાયો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular