Monday, April 27, 2026
HomeGujaratકોરોના પછી છૂટા કરી દેવાયેલા સ્ટાફે આપ્યું અમદાવાદ કલેક્ટરને આવેદનઃ મૌન રેલી...

કોરોના પછી છૂટા કરી દેવાયેલા સ્ટાફે આપ્યું અમદાવાદ કલેક્ટરને આવેદનઃ મૌન રેલી કાઢી પ્રશ્નો ઉકેલવા કરી અરજ

- Advertisement -

નવજીવન અમદાવાદ: અમદાવાદમાં કોરોના કાળમાં પોતાના જીવને જોખમમાં મૂકીને જેમણે પોતાની ફરજ નિભાવી તેમને સરકારે અચાનક જ છુટા કરવાનો ઓર્ડર કર્યો હતો. જેના વિરોધમાં MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર) દ્વારા અમદાવાદના આરોગ્ય ભવન ખાતે ધારણા-પ્રદર્શન કરાવવામાં આવ્યા હતા. હજુ સુધી આ કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તેમણે આજે અમદાવાદ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું તથા વાડજથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજી હતી.




MPHW કર્મચારીઓ દ્વારા આ અંગે નેશનલ હેલ્થ મિશનના ડિરેકટકર આઈએએસ રમ્યા મોહનને પણ આવેદન પત્ર આપવામાં આવ્યો છે. જો કે તે સમયે આવેદન પત્ર આપતા પહેલા જ પોલીસ દ્વારા કર્મચારીઓની અટકાયત કરીને તેમની સાથે કોઈ ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું હતું તેવું કર્મચારીઓનું કહેવું છે. ત્યાર બાદ તેમણે રમ્યા મોહનને આવેદન પત્ર આપ્યું હતું.

આજે બધા કર્મચારીઓએ ભેગા મળીને અમદાવાદના વાડજ સર્કલથી કલેક્ટર ઓફિસ સુધી મૌન રેલી કાઢી હતી અને અમદાવાદના કલેક્ટર સંદીપ સાગલેને પોતાની માગો રજૂ કરતું આવેદન પત્ર આપ્યું હતું. રેલીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં MPHW કર્મચારીઓ જોડાયા હતા.

- Advertisement -

કર્મચારીઓનું કહેવું છે કે આગામી સમયમાં જો તેમની માગો સ્વીકારવામાં નહીં આવે તો તેમણે કોર્ટમાં પણ જવાની તૈયારી કરી છે. કાયદાકીય કામગીરી માટે ઇન્ડિયન જ્યુડિશિયલ કમિટીના પ્રેસિડેન્ટ મયુર પટેલ પણ આ કર્મચારીઓ સાથે જોડાયા છે અને કાયદાકીય મદદ કરવાની બાંહેધરી આપી છે.



- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular