Friday, June 5, 2026
HomeGujaratAhmedabadભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા જતા લોકો સાવધાન, અમદાવાદીઓ માટે આવો મેસેજ વાયરલ થયો

ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા જતા લોકો સાવધાન, અમદાવાદીઓ માટે આવો મેસેજ વાયરલ થયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Khalistan Terrorists Threaten Gujaratis : ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે હાલ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની મેચ (India vs Australia Ahmedabad Test Match) ચાલી રહી છે, જે પૈકી ત્રીજી મેચ અમદાવાદમાં (Narendra Modi Stadium ) રમાઈ રહી છે. આ મેચના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી એન્થોની (PM Anthony Albanese)પણ મેચ જોવા પહોંચ્યા હતા, પરંતુ મેચના અગાઉ જ સોશિયલ મીડિયામાં એક ઓડિયો મેસેજ વાયરલ (Audio Message Viral)થઈ રહ્યો છે. જેમાં ગુજરાતીઓને સાવધાન કરવામાં આવી રહ્યા છે કે, જો તમે મેચ જોવા જવાના હોય તો ચેતી જજો.

ઉલ્લેખનીય છે કે જ્યારે બે દેશના વડાપ્રધાન સ્ટેડિયમની મુલાકાતે હોય ત્યારે સુરક્ષામાં ક્ષતિ ન હોય, પરંતુ આ પ્રકારનો એક પ્રીરેકોર્ડેડ ઓડિયો મેસેજ વાયરલ થતાં લોકોમાં ભયનો એક માહોલ ઊભો થયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની (Ahmedabad Crime Branch) ટીમ દ્વારા આ મેસેજને ટ્રેસ કરવામાં આવ્યો છે. આ મેસેજ અમેરિકા સ્થિત એક ખાલિસ્તાની સંગઠન દ્વારા ટ્વિટરના માધ્યમથી વાયરલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -

આ ઓડિયો મેસેજને ધ્યાનમાં રાખીને હાલ અમદાવાદમાં રહેલા ક્રિકેટરો અને મેચ જોવા આવતા પ્રેક્ષકોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રેસ કરવામાં આવેલા મેસેજથી જાણવા મળ્યું છે કે ઓડિયોમાં સંભળાઈ રહેલો અવાજ અમેરિકા સ્થિત ખાલિસ્તાની સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ના લીડર ગુરપતવંતસિંહ પન્નુનો છે. ગુરપતવંતસિંહ પન્નુ છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં રહે છે અને દેશ વિરોધી કૃત્યો કરે છે. ભારત સરકારે 2020માં તેને નવા UAPA કાયદા હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે.

આ મેસેજની ગંભીરતા જોતાં ગુજરાત ATS, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમ દ્વારા ગ્રાઉન્ડ પર અને સોશિયલ મીડિયામાં વોચ વધારી દેવામાં આવી છે. દેશ વિરોધી માનસિકતા ધરાવતા લોકો ઉપર પણ પોલીસ સતત નજરરખી રહી છે. મેચ દરમિયાન કોઈ અનિચ્છનીય ધાતાના ન બને તે માટે સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular