નવજીવન ન્યૂઝ. રાજકોટ :Gondal Post office scam : ગુજરાતમાં અને દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ, ઠગાઇ અને કૌભાંડો (Scam) મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટના ગોંડલમાં (Gondal) સરકારી કર્મચારીઓ દ્વારા 9.97 કરોડનું કૌભાંડ (Post office employees Scam) કરવામાં આવ્યું છે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. ગોંડલમાં મેંગણી પોસ્ટ ઓફિસ (Mengani Post Office) ખાતે દૈનિક વ્યવહારોમાં ગડબડ કરીને આ કૌભાંડ (Scam) આચરવામાં આવ્યું છે. CBI દ્વારા લાંચ રૂશ્વતની કલમો હેઠળ 13 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આરોપ મેંગણી પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર પરશોતમ ભલાળા પર છે કે તેઓ પોસ્ટ ઓફીસની રકમ પોતાની પાસે રાખતા હતા અને ઓફિસમાં કામ કરતા પરિવારના સભ્યો તથા ગ્રામીણ ડાક સેવકોના ખાતામાં જમા કરી તેને રોકડ કરાવી લેતા હતા. આમ કરીને કુલ રૂપિયા 9,97,80,064 કરોડનું કૌભાંડ તેમના દ્વારા કરવામાં આવ્યું છે એવો દાવો ગોંડલ ડીવીઝનલ પોસ્ટ ઓફિસ કરે છે. આ અંગે ગાંધીનગર CBIમાં લેખિત ફરિયાદ પણ કરવામાં કરવામાં આવી છે.
ગોંડલ ડીવીઝનલ પોસ્ટ ઓફિસ દ્વારા લેખિત ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મેંગણી પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર પરસોતમ ભલાળા તથા તેના સાગરિતો 16 ઓક્ટોબર 2019થી 21 નવેમ્બર 2022 સુધીમાં દૈનિક વ્યવહારોમાં યુટિલીટી ટૂલ દ્વારા મેન્યુઅલી નકલી ચુકવણી અપલોડ કરીને જૂના KVP વ્યાજના હેડમાં સુધારો કરતા હતા. તેમજ જરૂરી વાઉચરો એકાઉન્ટ ઓફિસ ગોંડલમાં મોકલતા ન હતા. આ ઉપરાંત પોસ્ટ ઓફિસની રોકડ રકમ પોતાની પાસે જ રાખતા હતા અને ઓફિસમાં કામ કરતા પરિવારના સભ્યો તથા ગ્રામીણ ડાક સેવકોના સેવિગ્સ ખાતામાં ટ્રાન્સફર કરીને કુલ રૂપિયાયા 9,97,80,064 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.”
પોસ્ટ ઓફીસ દ્વારા એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાલ તપાસ ચાલુ હોવાથી કોભાંડની રકમ વધી શકે એમ છે. એ ઉલ્લેખ કરવો અગત્યનો છે કે 21 નવેમ્બર 2022ના રોજ મેંગણી પોસ્ટ ઓફિસમાં અહીંના તત્કાલીન સબ પોસ્ટ માસ્તર પરસોત્તમ ઉર્ફે પિયુષ અરજણ ભલાળાએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. તેમણે આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો જે સામે આવ્યો હતો. તેમાં તેમણે જે વાતનો ઉલ્લેખ કર્યો તેના પરથી અંદાજ લગાવ્યો હતો કે આ મામલો નાણાંકીય કોભાંડનો છે, પણ તે સમયે કોઈને ખ્યાલ ન હતો કે આટલું મોટું કૌભાંડ હશે. વીડિયો મુજબ આપઘાત કરનાર વ્યક્તિના યુઝર આઈડીથી આ થયું છે. પરસોત્તમ ભલાળાએ તેમના પુત્ર કે પરિવારના સભ્યોનો કોઈ દોષ નથી તે તરફ ઈશારો કર્યો હતો. જોકે 9.97 કરોડના કૌભાંડમાં CBIએ પરસોત્તમભાઈ ભાલાળાનાં પરીવારના સભ્યો સામે પણ ગુનો નોંધ્યો છે.
TAG: Rajkot : Mengani Post Office Scam, Gondal Post Office Scam
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








