નવજીવન ન્યૂઝ. સાણંદ: Ahmedabad Cyber Crime News: એકતરફ જ્યારે સરકારે 31 માર્ચ 2023 સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક (PAN-Aadhaar Link) કરવાનો સમય આપ્યો છે અને જો નહીં કરવામાં આવે તો 1 હજાર રૂપિયાની પેનલ્ટી પણ ચુકવવી પડશે. ત્યારે લોકો તપાસ કરવા માગે છે કે પોતાનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહિ? અને જો લિંક ન હોય તો વેહેલા તે પહેલાનાં ધોરણે પાન આધાર સાથે લિંક કરાવી રહ્યા છે. આવી પરિસ્થિતિ જોતા કેટલાક ફ્રોડ (Fraud) લોકો સક્રિય થયા છે. તેઓ એક લિંક સાથે સતત મેસેજ મોકલી (Fake Message) રહ્યા છે કે પાનકાર્ડ અપડેટ નહીં કરો તો બેંક એકાઉન્ટ (Bank Account) બ્લોક કરવામાં આવશે અને જો આ લિંક ઉપર ટચ કરવામાં આવે તો તાત્કાલીક એકાઉન્ટ માંથી બધા પૈસા સાફ થઈ જાય છે. સાણંદમાં (Sanand) આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પ્રદીપ પટેલ નામના એક વ્યક્તિએ આવી લિંક ખોલતાની સાથે જ ખાતા માંથી એક લાખ અને પચાસ હજાર રૂપિયા ઉપડી ગયા હતા.
રાજ્યમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવા મામલે સતત મેસેજ આવી રહ્યા છે. ત્યારે સાણંદમાં બેન્ક એકકાઉન્ટને લઈને પ્રદીપ પટેલને એક લીંક સાથે મેસેજ આવ્યો કે, SBI બેંક એકાઉન્ટમાં પાનકાર્ડ અપડેટ નહીં કરો તો બેંક એકાઉન્ટ બ્લોક કરવામાં આવશે. આ લીંક પર પાનકાર્ડ અને આધારકાર્ડ અપડેટ કરીને OTP નાંખતા તેમના એકાઉન્ટ માંથી રૂપિયા 1 લાખ 50 હજાર ઉપડી ગયા છે. ઉલ્લેખનીય છે કે પ્રદીપ પટેલે લોનનો હપ્તો કપાવવાની તારીખ નજીક આવતા અને બેંન્ક એકાઉન્ટ બ્લોક થઇ જશે તો પેનલ્ટી ભરવી પડશે તેમ વિચારીને મેસેજમાં આપેલ લીંક પર ક્લીક કર્યું હતું.
સમગ્ર ઘટનાથી બેંકના ગ્રાહકોમાં ભયનો માહોલ છવાયો છે. પોલીસને ઘટનાની જાણ થતા તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદી પ્રદીપે પોલીસને જણાવ્યુ છે કે, એક વખત લિંક કરતા તેમને કોઇ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તમારુ KYC અપડેટ થયેલ નથી, જેથી ફરીથી લીંક ઉપર ક્લીક કરીને પાનકાર્ડ, આધારકાર્ડ અને OTP નાંખવા માટે કહેવામાં આવ્યું હતું. આમ કરતાજ તેમના ખાતામાંથી એક લાખ અને પચાસ હજાર રૂપિયા ઉપડી ગયા હતા. આ ઘટનાને લઈ હાલમાં અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસએ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








